લાપતા ખેડૂતોનુ પોસ્ટર લગાવવા ગયેલા પોલીસકર્મી પર આંદોલનકારીઓનો હુમલો

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

દિલ્હીની ટીકરી બોર્ડર પર લાપતા ખેડૂતોનુ પોસ્ટર લગાવવા માટે ગયેલા એક પોલીસ કર્મીને આંદોલનકારીઓએ માર માર્યો હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ બોર્ડર પર ખેડૂતો બે મહિના કરતા વધારે સમયથી આંદોલન કરી રહ્યા છે ત્યારે પોલીસ કર્મી પર થયેલા હુમલાને લઈને પોલીસ તંત્ર દ્વારા હાલમાં કશું કહેવામાં આવી રહ્યુ નથી.મળતી વિગતો પ્રમાણે જિતેન્દ્ર રાણા નામના પોલીસ કોન્સ્ટેબલ ટીકરી બોર્ડર પર પોસ્ટર લગાવવા માટે ગયા હતા.આ ખેડૂતો 26 જાન્યુઆરીએ દિલ્હીમાં ટ્રેકટર રેલી દરમિયાન થયેલી હિંસા બાદ લાપતા હોવાનુ કહેવાય છે.

પોલીસ કર્મીએ તે વખતે સાદા કપડા પહેર્યા હતા.અહીંયા બનાવવામાં આવેલા મંચ પાસે ઉભેલા ખેડૂતોને પોલીસ કર્મીની હરકત શંકાસ્પદ લાગી હતી અને તેમણે પૂછપરછ કરવામાં માંડી હતી.આ જોઈને પોલીસ કોન્સ્ટેબલ થોડો ગભરાયા હતા.જેના પગલે ખેડૂતોની શંકા મજબૂત બની હતી અને ખેડૂતોને લાગ્યુ હતુ કે, ખેડૂત આંદોલનમાં વિઘ્ન ઉભુ કરવા માટે કોઈએ આ વ્યક્તિને મોકલ્યો છે. ખેડૂતોએ તેના પર હુમલો કર્યો હતો અને તેની સાથે મારામારી કરી હતી.જેના કારણે પોલીસ કોન્સ્ટેબલના માથા પર ઈજા થઈ હતી.જોકે નજીકમાં તૈનાત દિલ્હી પોલીસના બીજા જવાનોને આ બાબતની જાણકારી મળી ત્યારે તેઓ દોડી ગયા હતા અને પોલીસ કોન્સ્ટેબલને છોડાવ્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.