વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુહેલદેવના સ્મારકનો કર્યો શિલાન્યાસ

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે વસંત પંચમીના દિવસે શ્રીવસ્તીના મહાન યોદ્ધા રાજા સહલદેવની 4.20 મીટર ઉંચી પ્રતિમા નિર્માણનો વીડિયો કોન્ફરન્સીંગના માધ્યમથી શિલાન્યાસ કરાવ્યો. એ સિવાય વડાપ્રધાને ચિત્તૌરા ઝીલના વિકાસ કાર્યોનો પણ શિલાન્યાસ કરાવ્યો. આ તકે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ હાજર રહ્યાં.

આ પ્રોજેક્ટમાં મહારાજા સુહેલદેવની એક ઘોડા પર સવાર પ્રતિમાની સ્થાપના, કૈફેટેરિયા, અતિથિ ગૃહ અને બાળકોના પાર્ક જેવી જુદી-જુદી પર્યટક સુવિધાને સામેલ કરવામાં આવી છે. મહારાજા સુહેલદેવ વિશે કહેવામાં આવે છે કે 11મી સદીમાં મહંમદ ગઝનવીના સેનાપતિ સૈયદ સાલાર ગાઝીને મારી નાખ્યો હતો. મહારાજા સુહેલદેવની ઓળખ મુસ્લિમ આક્રમણકારને હરાવવાની છે.

કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન મોદીએ કહ્યું કે, પોતાના પરાક્રમથી માતૃભૂમિનું માન વધારનારા રાષ્ટ્રનાયક મહારાજા સુહેલદેવની જન્મભૂમી અને ઋષિમૂનિઓએ જ્યાં તપ કર્યું, બહરાઈચની આ પુણ્યભૂમિને હું નમન કરું છે. વસંત પંચમીની તમનો સૌને ખુબ મંગલકામના, માં સરસ્વતી ભારતના જ્ઞાન વિજ્ઞાનને વધારે સમૃદ્ધ કરે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.