વડાપ્રધાન મોદીએ કહ્યું- નવા કાયદા પછી ખેડૂતો ઈચ્છશે ત્યાં અને યોગ્ય ભાવ મળે

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 9 કરોડ ખેડૂતોનાં ખાતામાં કિસાન સન્માન નિધિના હપતાના 18 હજાર કરોડ રૂપિયા ટ્રાન્સફર કર્યા છે. હવે તેઓ વિડિયો-કોન્ફરન્સિંગ દ્વારા અલગ-અલગ રાજ્યોના ખેડૂતો સાથે વાત કરી રહ્યા છે. મોદીએ મમતા સરકાર પર નિશાન સાધતા કહ્યું કે બંગાળમાં જે લોકો ખેડૂતોને ફાયદો આપવા દેતા નથી, તે દિલ્હી આવીને ખેડૂતોની વાત કરે છે. આ સિવાય તેમણે કહ્યું કે નવા કાયદા પછી ખેડૂત જ્યાં ઈચ્છશે અને જ્યાં તેમને યોગ્ય ભાવ મળે, ત્યાં પોતાના પાકને વેચી શકે છે.

મોદીએ કહ્યું હતું કે આજે દેશના 9 કરોડથી વધુ પરિવારોનાં બેન્કનાં ખાતાંમાં સીધા જ એક ક્લિક પર 18 હજાર કરોડ રૂપિયા જમા થયા છે. જ્યારથી આ યોજનાની શરૂઆત થઈ છે ત્યારથી 1 લાખ 10 હજાર કરોડ રૂપિયાથી વધુ રકમ ખેડૂતોનાં ખાતાંમાં પહોંચી ચૂક્યા છે. મને આજે એ અફસોસ છે કે મારા પશ્ચિમ બંગાળના 70 લાખથી વધુ ખેડૂત ભાઈ-બહેનોને એનો લાભ મળ્યો નથી. બંગાળના 23 લાખથી વધુ ખેડૂતો આ યોજનાનો લાભ લેવા માટે ઓનલાઈન અરજી કરી ચૂક્યા છે. જોકે રાજ્ય સરકારે વેરિફિકેશનની પ્રકિયાને આટલા લાંબા સમયથી રોકી રાખી છે.

ઘણા ખેડૂતોએ ભારત સરકારને સીધો જ પત્ર લખ્યો છે. જોકે રાજ્ય સરકાર તેને અટકાવીને બેઠી છે. જે લોકો બંગાળમાં 30-30 વર્ષ સુધી રાજ કરતા હતા, તે લોકો બંગાળને ક્યાંથી ક્યાં લઈ ગયા. આ લોકોએ ખેડૂતોને મળનારા 2 હજાર રૂપિયા માટે પણ અવાજ ઉઠાવ્યો નથી અને આંદલન માટે પંજાબ આવી ગયા છે. શું દેશના લોકોને આ ખેલનો આઈડિયા નથી. વિપક્ષની જીભ આ મુદ્દા પર શાં માટે બંધ છે.

જે પક્ષ પશ્ચિમ બંગાળમાં ખેડૂતોના અહિત અંગે કઈ જ બોલતો નથી, તે અહીં દિલ્હીમાં આવીને ખેડૂતોની વાત કરે છે. આ પક્ષોને આજકાલ APMC મંડિયોની ખૂબ જ યાદ આવી રહી છે. જોકે તે વારંવાર ભૂલી જાય છે કે કેરળમાં APMC મંડિયો છે જ નહિ. કેરળમાં આ લોકો ક્યારેય આંદોલન કરતા નથી.

અમે લક્ષ્ય બનાવીને કામ કર્યું છે કે દેશેના ખેડૂતોની ઈનપુટ કોસ્ટ ઘટે. સોશિયલ હેલ્થ કાર્ડ, યુરિયા નીમ કોંટિગ, લાખો સોલર પંપની યોજના, આ કારણે શરૂ થઈ. સરકારે પ્રયાસ કર્યો કે ખેડૂતોની પાસે એક સારા પાક વીમાનું કવચ હોય. આજે કરોડો ખેડૂતોને પીએમ પાક વીમા યોજનાનો લાભ મળી રહ્યો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.