રાષ્ટ્રપતિ કોવિંદ અને મોદીએ સદૈવ અટલ પહોંચીને પૂર્વ PM અટલજીને આપી શ્રદ્ધાંજલિ
પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની આજે 96મી જન્મજયંતી છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સદૈવ અટલ મેમોરિયલ પહોંચીને અટલજીને શ્રાદ્ધાંજલિ અર્પણ કરી હતી. પૂર્વ વડાપ્રધાન અને ભારત રત્ન અટલ બિહારી વાજપેયીની જન્મજયંતી આજે ઊજવાઈ રહી છે. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિલ્હીના અટલ મેમોરિયલ પહોંચીને પૂર્વ વડાપ્રધાન વાજપેયીને શ્રદ્ધાંજલિ આપી હતી. જ્યારે, સંસદમાં PM મોદીએ અટલજીએ પર આધારિત એક પુસ્તકનું વિમોચન કર્યું હતું. ભારત સરકાર અને ભારતીય જનતા પાર્ટી દેશના ઘણા ભાગોમાં આ કાર્યક્રમની ઉજવણી કરી રહી છે.
પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની જયંતીના અવસરે સદૈવ અટલ પર કાર્યક્રમ યોજાયો છે. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, રક્ષામંત્રી રાજનાથ સિંહ સહિતના નેતાઓ અટલજીને શ્રદ્ધાંજલિ આપવા માટે પહોંચ્યા હતા.
ભારતીય જનતા પાર્ટી દ્વારા દેશભરમાં કાર્યક્રમો યોજવામાં આવશે. આ કાર્યક્રમોમાં કેન્દ્રીય પ્રધાનો, ભાજપ શાસિત રાજ્યોના મુખ્યપ્રધાનો, સાંસદો, ધારાસભ્યો સામેલ રહશે. ખેડુતો માટે ચૌપાલ લગાવવામાં આવશે અને તેઓને વડાપ્રધાનનું સંબોધન બતાવવામાં આવશે. આ દરમિયાન, ભાજપના કાર્યકરો ઘરે-ઘરે જઈને કૃષિ કાયદા અંગે લખેલા કૃષિ મંત્રીના પત્રનું વિતરણ કરશે.