પ્રેમા ખાંડુ ત્રીજી વખત બન્યા અરુણાચલના મુખ્યમંત્રી, 11 કેબિનેટ સાથીઓ સાથે લીધા શપથ
- પ્રેમા ખાંડુ બન્યા અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી
- અમિત શાહ, જેપી નડ્ડા રહ્યા હાજર
પ્રેમા ખાંડુ સતત ત્રીજી વખત અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી બન્યા છે. બીજેપી નેતા પ્રેમા ખાંડુએ તેમના કેબિનેટ સાથીદારો સાથે ગુરુવારે અરુણાચલના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. પ્રેમા ખાંડુને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા અને અન્ય ઘણા નેતાઓની હાજરીમાં રાજ્યપાલ કેટી પરનાઈકે શપથ લેવડાવ્યા હતા. પ્રેમા ખાંડુની સાથે અન્ય 11 ધારાસભ્યોએ પણ મંત્રી તરીકે શપથ લીધા હતા.
Tags india prema khandu Rakhewal