મહારાષ્ટ્રમાં ફરી લોકડાઉનની શક્યતા, છેલ્લા એક સપ્તાહથી નવા કેસ વધવાની ઝડપમાં 200 ટકાનો વધારો

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

મહારાષ્ટ્રે ફરીથી દેશની મુશ્કેલી વધારી દીધી છે. છેલ્લા એક સપ્તાહથી અહીં નવા દર્દીઓ મળવાની સ્પીડ 200%થી વધુ થઈ ગઈ છે. આ જ કારણ છે કે 7 દિવસથી સતત એક્ટિવ કેસની સંખ્યામાં વધારો થયો છે. ગુરુવારે રાજ્યમાં રેકોર્ડ 5,427 નવા દર્દી નોંધાયા. 4 ડિસેમ્બર પછી આવું પહેલી વખત થયું છે જ્યારે રાજ્યમાં 5 હજારથી વધુ નવા દર્દી એક દિવસમાં નોંધાયા હોય. રાજ્યમાં અત્યારસુધી 20 લાખ 81 હજાર 520 લોકો સંક્રમણના સકંજામાં આવી ચૂક્યા છે, જેમાં 19 લાખ 87 હજાર 804 લોકો સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 51 હજાર 669 દર્દીનાં મોત થઈ ચૂક્યાં છે. 40 હજાર 858 દર્દી એવા છે, જેમની સારવાર ચાલી રહી છે.

દેશમાં ગુરુવારે કુલ 12,826 નવા દર્દી નોંધાયા. 10,489 સાજા થયા અને 86 સંક્રમિતોનાં મોત થયાં છે. અત્યારસુધીમાં કોરોનાના 1.09 કરોડ કેસ નોંધાઈ ચૂક્યા છે, જેમાંથી 1.06 કરોડ દર્દી સાજા થઈ ચૂક્યા છે. 1.56 લાખ લોકોનાં મોત થયાં છે, જ્યારે 1.36 લાખની સારવાર ચાલી રહી છે.

દેશમાં વેક્સિન હાંસિલ કરનારનો આંકડો આજે 1 કરોડને પાર થઈ જશે. અત્યારસુધીમાં 98 લાખથી વધુ હેલ્થકેર અને ફ્રન્ટલાઈનવર્કર્સને વેક્સિન લગાવાઈ ચૂકી છે. આટલા લોકો સુધી વેક્સિન પહોંચાડવામાં 34 દિવસ લાગશે. અત્યારસુધીમાં 62 લાખથી વધુ હેલ્થકેરવર્કર્સ અને 31 લાખથી વધુ ફ્રન્ટલાઈનવર્કર્સનું વેક્સિનેશન થઈ ચૂક્યું છે. 4.64 લાખ હેલ્થકેરવર્કર્સ એવા પણ છે જેમને વેક્સિનનો બીજો ડોઝ પણ લગાવાઈ ચૂક્યો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.