દેશમાં ૨૪ કલાકમાં પોઝિટિવ કેસો ૧૦ હજારને પારઃ ૨૯૭ના મોત

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

ન્યુ દિલ્હી : દેશમાં કોરોના સંક્રમણના કેસમાં વધારો થઈ શકે છે અને આગામી બે ત્રણ મહિનામાં કોરોના તેના પીક પર પહોંચી શકે છે, એવી ગંભીર ચેતવણી એઇમ્સના ડિરેક્ટ રણદીપ ગુલેરિયાના અનુમાન વચ્ચે દેશમાં છેલ્લાં ૨૪ કલાકમાં અત્યાર સુધીમાં સૌથી વધારે ૧૦ હજારથી વધારે કેસો બહાર આવતાં હલચલ મચી છે અને સતત ચોથા દિવસે કેસોની સંખ્યા ૯ હજારથી ઉપર નોંધાયા છે. આજે રવિવારે સવારે પૂરા થયેલા ૨૪ કલાકમાં વધુ ૨૯૭ દર્દીઓના મોત નિપજ્યા હતો.દરમ્યાનમાં આવતીકાલ ૮ જૂનથી મોલ-જીમ- ધારમિક સ્થળો લોકડાઉનના ૭૫ દિવસ પછી ખુલી રહ્યાં છે ત્યારે નિષ્ણાતો સંક્રમણ વધવાની શક્્યતા નિહાળી રહ્યાં છે. જા કે સરકાર પાસે આ સ્થળો ખોલવા સિવાય અન્ય કોઇ વિકલ્પ પણ નથી. બીજી તરફ, અંદાજે ૩ હજારથી વધારે લોકોના મોત માત્ર વીતેલા ૧૫ દિવસમાં થયા છે. . ભારત હવે સ્પેનને પછાડીને કોરોનાના સૌથી વધારે દેશોની યાદીમાં પાંચમાં નંબર પર પહોંચી ગયો છે.
દેશમાં કોરોના વાઇરસથી સંક્રમિતોની સંખ્યા વધીને ૨ લાખ ૪૭ હજાર ૧૨૦ થઇ ગઇ છે. શનિવારે એક દિવસમાં સૌથી વધુ ૧૦ હજાર ૫૨૧ કેસ વધ્યા હતા અને તેની સામે ૫,૯૪૦ દર્દીઓ સાજા થયા હતા. છેલ્લા ૨૪ કલાકમાં રેકોર્ડબ્રેક સમાન ૨૯૭ લોકોના મોત થયા છે. દેશમાં કોરોનાના લીધે મોતનો આંકડો ૬૯૪૬ પર પહોંચી ગયો છે. અત્યારે સમગ્ર દેશમાં ૧.૨૦ લાખ સક્રિય કેસ છે.
ભારતમાં કોરોનાને હરાવવા સરકાર દ્વારા ચાર-ચાર લોકડાઉન બાદ પણ કોરોના વાયરસના કેસમાં ઘટાડો થવાને બદલે સતત વધારો થઈ રહ્યા છે. છૈંંસ્જીના ડિરેક્ટર રણદીપ ગુલેરિયાએ તો લોકડાઉન અંગે એવો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો કે, લોકડાઉનથી કોઈ નોંધપાત્ર મદદ મળી નથી. દેશમાં વીતેલા ૧૫ દિવસોમાં થયેલી કુલ મોતમાંથી ૮૦ ટકાના મોત ૨૬ જિલ્લામાંથી થયા છે. ત્યાંજ મુંબઈ, દિલ્હી, અમદાવાદ, ઠાણે, પુણે અને ચેન્નાઈ એવા કેટલાક શહેર છે જેમાં વીતેલા બે અઠવાડિયામાં ૧૦૦થી વધારે લોકોના મોત થયા છે.
જા કે ભારતમાં કોરોનાનો મૃત્યુદર ૨.૮ ટકા છે જે ઘણો ઓછો છે.

Tags


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.