નવા વર્ષમાં PM મોદી ની ભેટ, ગુજરાત સહિત 6 રાજ્યમાં લાઇટ હાઉસ પ્રોજેક્ટ શરૂ

ગુજરાત
ગુજરાત

વિશ્વની સારામાં સારી ટેક્નોલોજીથી ગરીબો માટે ઘર બનશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવા વર્ષના પ્રથમ દિવસે છ રાજ્યોમાં લાઈટ હાઉસ પ્રોજેક્ટ(LHP)નો શિલાન્યાસ કર્યો છે. તેમણે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ગ્લોબલ હાઉસિંગ ટેક્નોલોજી ચેલેન્જ-ઈન્ડિયા(GHTC) અંતર્ગત અગરતલા(ત્રિપુરા), રાંચી(ઝારખંડ), લખનઉ(ઉતર પ્રદેશ), ઈન્દોર(મધ્ય પ્રદેશ), રાજકોટ(ગુજરાત) અને ચેન્નાઈ(તમિલનાડુ)માં લાઈટ હાઉસ પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો છે. તેમાં વિશ્વની સારામાં સારી ટેક્નિકથી દર વર્ષે 1000 ઘર તૈયાર કરવામાં આવશે.

આ દરમિયાન નવી વર્ષની શુભેચ્છા પાઠવતા તેમણે કહ્યું કે આજે નવી ઉર્જા, નવા સંકલ્પો અને તેને સિદ્ધિ કરવા માટે ઝડપી ગતિથી આગળ વધવાનો શુભારંભ છે. ગરીબ, મધ્યમ વર્ગ માટે લાઈટ હાઉસ પ્રોજેક્ટ લોન્ચ કરવામાં આવ્યા છે. તે પ્રકાશ સ્તંભની જેમ છે, જે હાઉસિંગને નવી દિશા દેખાડશે. દરેક રાજ્યોનું તેમાં જોડાવવું તે કોઓપરેટિવ ફેડરલિઝમની ભાવનાઓને મજબૂત કરી રહ્યું છે. તે કામ કરવાની રીતોનું ઉતમ ઉદાહરણ છે. એક સમયે રહેઠાણ યોજનાઓ કેન્દ્રની પ્રાથમિકતામાં ન હતી. સરકાર ઘર નિર્માણની બારીકાઈ અને ક્વોલિટીમાં જતી ન હતી. આજે દેશમાં એક અલગ માર્ગ અપનાવવામાં આવ્યો છે, નવો એપ્રોચ શોધ્યો છે.

તેમણે કહ્યું કે આપણા દેશને સારી ટેક્નોલોજી, સારા ઘર કેમ ન મળે, ઘર ઝડપથી શાં માટે ન બને, તેની પર કામ કર્યું. ઘર સારામાં સારા બને તે માટે ગ્લોબલ ટેક્નોલોજી ચેલેન્જનું આયોજન કરવામાં આવ્યું છે. તેમાં વિશ્વની 50 કન્સ્ટ્રક્શન કંપનીઓએ ભાગ લીધો. તેનાથી અમને નવો સ્કોપ મળ્યો. પ્રક્રિયાના આગળના તબક્કમાં અલગ-અલગ સાઈટ્સમાં 6 લાઈટ હાઉસ પ્રોજેક્ટનું કામ શરૂ થયું છે. તેમાં કન્સ્ટ્રક્શનનું કામ ઓછું થશે અને ગરીબોને અફોર્ડેબલ અને કમ્ફોર્ટેબલ ઘર મળશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.