PM મોદી જશે દુબઈની મુલાકાતે, COP28 ક્લાઈમેટ સમિટમાં લેશે ભાગ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સવારે UAE જવા રવાના થશે. આ બે દિવસીય મુલાકાતમાં PM મોદી આજે દુબઈમાં યોજાનારી COP28ની વર્લ્ડ ક્લાઈમેટ એક્શન સમિટમાં ભાગ લેશે. આ સિવાય તેઓ કેટલાક નેતાઓ સાથે દ્વિપક્ષીય બેઠક પણ કરશે.
COP28 ક્લાઈમેટ સમિટ 12 ડિસેમ્બર સુધી ચાલશે. જેમાં પોપ, કિંગ ચાર્લ્સ સહિત વિશ્વભરના 167 નેતાઓ જળવાયુ પરિવર્તનના મુદ્દા અને તેના ઉકેલો અંગે ચર્ચા કરશે. છેલ્લા કેટલાક વર્ષોમાં, સમગ્ર વિશ્વ માટે જળવાયુ પરિવર્તન સૌથી મોટા પડકાર તરીકે ઉભરી આવ્યું છે. આ બેઠકનું ધ્યાન અશ્મિભૂત ઇંધણ અને કાર્બન ઉત્સર્જનને રોકવા પર રહેશે.
ક્લાઈમેટ ફાઈનાન્સ એટલે કે ક્લાઈમેટ ચેન્જનો સામનો કરવા માટે નાણાકીય સહાય પૂરી પાડવા અંગે પણ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે. હકીકતમાં, ગયા વર્ષે ઇજિપ્તમાં આયોજિત COP27 સમિટમાં 200 દેશોએ સમજૂતી કરી હતી. જેમાં ક્લાઈમેટ ચેન્જ માટે જવાબદાર સમૃદ્ધ દેશોને ગરીબ અને વિકાસશીલ દેશોને આપવા માટે ફંડ બનાવવા માટે કહેવામાં આવ્યું હતું. હવે COP28માં નક્કી થશે કે કયા દેશને કેટલું વળતર મળશે અને કયા આધારે મળશે. કયા દેશો વળતર આપશે તે પણ નક્કી કરવામાં આવશે.