ક્લાઈમેટ સમિટમાં ભાગ લેવા પીએમ મોદી 30 નવેમ્બરે જશે દુબઈ
- ૩ નવેમ્બરે PM મોદી જશે દુબઈ
- 30 નવેમ્બરથી 1 નવેમ્બર વચ્ચે PM મોદી દુબઈમાં રહેશે
કાર્બન ઉત્સર્જન ઘટાડવા અને કુદરતી આફતનો સામનો કરવા અંગે ચર્ચા કરવા માટે આવતીકાલથી 12 ડિસેમ્બર સુધી દુબઈમાં COP-28 કોન્ફરન્સ યોજાશે. પ્રધાનમંત્રી મોદી UAEના પ્રમુખ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાનના નિમંત્રણ પર 30 નવેમ્બર અને 1 ડિસેમ્બરે દુબઈ જશે. વિદેશ વિભાગે આ અંગેની માહિતી આપતા કહ્યું કે, સમ્મેલનમાં PM મોદી ભારત દ્વારા પર્યાવરણની સુરક્ષા માટે ઉઠાવવામાં આવેલા પગલાઓ વિશે માહિતી આપશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્લ્ડ ક્લાઈમેટ સમિટમાં ભાગ લેવા UAE જઈ રહ્યા છે. પીએમ મોદી UAEના દુબઈમાં આયોજિત સમિટમાં ભાગ લેવા માટે બે દિવસની મુલાકાતે જઈ રહ્યા છે. પીએમ મોદી 30 નવેમ્બરથી 1 નવેમ્બર વચ્ચે દુબઈમાં રહેશે. પીએમ મોદી UAEના રાષ્ટ્રપતિ અને અબુ ધાબીના શાસક શેખ મોહમ્મદ બિન જાયદ અલ નાહયાનના આમંત્રણ પર દુબઈની મુલાકાતે છે. પીએમ મોદી છેલ્લા ત્રણ વર્ષમાં બીજી વખત આ સમિટમાં ભાગ લેવા જઈ રહ્યા છે.
આ ક્લાઈમેટ ચેન્જ સમિટ 12 ડિસેમ્બર સુધી ચાલશે. યુએનના માળખામાં તેનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ સમિટનો મુખ્ય એજન્ડા જળવાયુ પરિવર્તન સામેની વૈશ્વિક લડાઈમાં પ્રગતિની સમીક્ષા કરવાની કવાયત પૂર્ણ કરવાનો છે. આ સાથે વાતાવરણને મજબૂત કરવા માટે અન્ય દેશો દ્વારા શું પગલાં લેવામાં આવી રહ્યા છે તેની ચર્ચા કરવામાં આવશે.
દુબઈની મુલાકાત દરમિયાન પીએમ મોદી દ્વિપક્ષીય બેઠકોમાં પણ ભાગ લેશે. તેઓ અન્ય નેતાઓ સાથે પણ બેઠકમાં ભાગ લેશે જેઓ સમિટમાં ભાગ લેવા અહીં આવી રહ્યા છે. આ પહેલા પીએમ મોદી 2021માં ગ્લાસગો કોન્ફરન્સમાં ભાગ લેવા ગયા હતા.