PM મોદી લેશે રશિયા અને ઑસ્ટ્રિયાની મુલાકાત, વિદેશ મંત્રાલયે જાહેર કરી તારીખ

ગુજરાત
ગુજરાત

ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી 08-10 જુલાઈ 2024 ના રોજ રશિયા અને ઑસ્ટ્રિયાની સત્તાવાર મુલાકાત લેશે. પીએમ મોદીની આ મુલાકાતની માહિતી વિદેશ મંત્રાલય દ્વારા આપવામાં આવી છે. વિદેશ મંત્રાલયે જણાવ્યું કે, વડાપ્રધાન રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના આમંત્રણ પર 22મી ભારત-રશિયા વાર્ષિક સમિટમાં ભાગ લેવા માટે 8 થી 9 જુલાઈ દરમિયાન મોસ્કોમાં રહેશે. મંત્રાલયે કહ્યું કે બંને નેતાઓ બહુ-આયામી સંબંધોની સમીક્ષા કરશે અને પરસ્પર હિતના સમકાલીન પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર વિચારોનું આદાનપ્રદાન કરશે.

યુદ્ધ વચ્ચે પીએમ મોદીની રશિયાની પ્રથમ મુલાકાત

રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ બાદ પીએમ મોદીની આ પ્રથમ રશિયાની મુલાકાત હશે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે પીએમ મોદી અને રાષ્ટ્રપતિ પુતિન “પરંપરાગત રીતે મૈત્રીપૂર્ણ રશિયન-ભારત સંબંધોના વધુ વિકાસની સંભાવનાઓ તેમજ આંતરરાષ્ટ્રીય અને પ્રાદેશિક એજન્ડાના સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા કરશે.”

પીએમ મોદી ઓસ્ટ્રિયા પણ જશે

આ પછી વડાપ્રધાન મોદી 09-10 જુલાઈ 2024 દરમિયાન ઓસ્ટ્રિયાની મુલાકાત લેશે. 41 વર્ષમાં ભારતીય વડાપ્રધાનની ઓસ્ટ્રિયાની આ પ્રથમ મુલાકાત હશે. પીએમ મોદી ઓસ્ટ્રિયાના રાષ્ટ્રપતિ એલેક્ઝાંડર વાન ડેર બેલેન સાથે મુલાકાત કરશે અને ઓસ્ટ્રિયાના ચાન્સેલર કાર્લ નેહામર સાથે પણ વાતચીત કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી મોસ્કો તેમજ વિયેનામાં ભારતીય સમુદાયના લોકો સાથે વાતચીત કરશે. 

પુતિને હાથરસ નાસભાગ અંગે શોક સંદેશ મોકલ્યો

તમને જણાવી દઈએ કે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ઉત્તર પ્રદેશમાં એક ધાર્મિક મેળાવડામાં થયેલી ભાગદોડમાં જાનહાનિ પર દુઃખ વ્યક્ત કર્યું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.