પીએમ મોદીએ તેલંગાણા અને આંધ્ર પ્રદેશના મુખ્ય પ્રધાનો સાથે ફોન પર કરી વાત, પૂર અંગે શક્ય તમામ મદદની ખાતરી આપી
ભારે વરસાદ અને પૂરને ધ્યાનમાં રાખીને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આંધ્ર પ્રદેશ અને તેલંગાણાના મુખ્ય પ્રધાનો સાથે ફોન પર વાત કરી. તેમણે બંને રાજ્યોમાં ભારે વરસાદ બાદ ઉભી થયેલી કટોકટીનો સામનો કરવા માટે કેન્દ્ર તરફથી શક્ય તમામ મદદની ખાતરી આપી હતી. આ દરમિયાન આંધ્રપ્રદેશના સીએમ એન ચંદ્રબાબુ નાયડુ અને તેલંગાણાના સીએમ એ રેવંત રેડ્ડીએ પીએમ મોદીને પોતપોતાના રાજ્યોમાં પૂરને પહોંચી વળવાના પ્રયાસો વિશે માહિતી આપી હતી. તમને જણાવી દઈએ કે, તેલંગાણામાં વરસાદ સંબંધિત વિવિધ ઘટનાઓમાં 9 લોકોના મોત થયા છે. સીએમ રેવન્ત રેડ્ડીએ રાજ્યમાં સતત વરસાદને ધ્યાનમાં રાખીને કટોકટીની સમીક્ષા હાથ ધરી હતી અને મંત્રીઓ સાથે ફોન પર વાત કરી હતી અને પાણીમાં ડૂબી ગયેલા વિસ્તારોમાં રાહતના પગલાં વિશે માહિતી આપી હતી.