PM મોદીએ કહ્યું- દિલ્હીની જેમ NCRમાં પણ વધતા કેસને અટકાવવા કામ કરવું જોઈએ, દેશમાં 8.22 લાખ કેસ

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 8 લાખ 22 હજાર 603 થઈ ગઈ છે. આ આંકડા covid19india.org વેબસાઈટ પ્રમાણે છે. શુક્રવારે એક દિવસમાં રેકોર્ડ 27 હજાર 761 દર્દી વધ્યા હતા. સાથે જ 20 હજાર 246 દર્દી સાજા પણ થયા હતા. વડાપ્રધાન મોદીએ શનિવારે દેશમાં કોરોના વાઈરસની સ્થિતિની સમીક્ષા કરી હતી. બેઠકમાં ગૃહમંત્રી અમિત શાહ, કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડો. હર્ષવર્ધન નીતિ પંચના સભ્ય, કેબિનેટ સચિવ અને કેન્દ્ર સરકારના અધિકારી હાજર રહ્યા હતા.

ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાએ કહ્યું કે, રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે કે દિલ્હીની તમામ યુનિવર્સિટીની પરીક્ષા નહીં લેવાય. જેમાં આગામી તમામ સેમિસ્ટર અને ટર્મિનલ પરિક્ષાઓ પણ સામેલ હશે.તમામ યુનિવર્સિટીઓને કહેવામાં આવ્યું છે કે લેખિત પરીક્ષા લીધા વગર વિદ્યાર્થીઓને જુના પરિણામના આધારે અથવા જુના સેમિસ્ટરના આધારે અથવા તો અન્ય મૂલ્યાંકનના આધારે પ્રમોટ કરવામાં આવે. જેના માટે યુનિવર્સિટી તેમના પેરામીટર્સ નક્કી કરી શકે છે.

સૌથી વધુ મહારાષ્ટ્રમાં 7862 અને તમિલનાડુમાં 3680 કેસ વધ્યા. કર્ણાટકમાં 2223 અને દેશની રાજધાની દિલ્હીમાં 2090 નવા દર્દી વધ્યા હતા. આ ઉપરાંત આંધ્રપ્રદેશમાં 1608, ઉત્તરપ્રદેશમાં 1338, તેલંગાણામાં 1278 અને પશ્વિમ બંગાળમાં 1198 દર્દી મળ્યા હતા. તો આ તરફ ઉત્તરપ્રદેશમાં શુક્રવારની રાતે 10 વાગ્યાથી 13 જુલાઈની સવાર પાંચ વાગ્યા સુધી લોકડાઉન લાગુ થયું છે. આ દરમિયાન માત્ર જરૂરી સામાનની દુકાનો ખુલ્લી રહેશે.

ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયાએ કોરોના વાઈરસની સારવાર માટે ત્વચા સંબંધિત બિમારી(સોરાયસિસ)ના ઈટોલીજુમૈબ ઈન્જેક્શનનો શરતો સાથે ઉપયોગ કરવાની મંજૂરી આપી દીધી છે. જેનો ઉપયોગ એ દર્દીઓ પર કરવામાં આવશે, જે સંક્રમિત થયા પછી મેડિકલ ટર્મ RDSથી પીડિત છે. આવી સ્થિતિમાં શ્વાસ સંબંધિત તકલીફ પણ થઈ શકે છે. DCGEના એક અધિકારીએ ન્યૂઝ એજન્સીને કહ્યું કે, ભારતમાં કોવિડ-19ના દર્દીઓ પર ઈન્જેક્શનનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. જેના પરિણામ ઘણા સારા મળ્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.