પોલેન્ડ અને યુક્રેનની મુલાકાતથી પરત ફર્યા પીએમ મોદી, દ્વિપક્ષીય મુદ્દાઓ પર થઈ મહત્વપૂર્ણ વાતચીત
વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોલેન્ડ અને યુક્રેનની મુલાકાત પૂર્ણ કરીને નવી દિલ્હી પરત ફર્યા છે. પીએમ મોદીની આ મુલાકાત દરમિયાન પોલેન્ડ અને યુક્રેન સાથે દ્વિપક્ષીય મુદ્દાઓ પર મહત્વપૂર્ણ વાતચીત થઈ હતી. રશિયા અને યુક્રેન વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા યુદ્ધનો અંત આવવાની પણ આશા છે. યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ કહ્યું કે ભારત આ યુદ્ધને ખતમ કરવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે.
PM મોદી યુક્રેનની સાત કલાકની મુલાકાત બાદ શુક્રવારે કિવથી રવાના થયા હતા. આ દરમિયાન, તેમણે રાષ્ટ્રપતિ વોલોડિમિર ઝેલેન્સકી સાથે “અર્થપૂર્ણ વાતચીત” કરી અને રશિયા સાથે ચાલી રહેલા યુદ્ધને સમાપ્ત કરવા માટે વ્યક્તિગત રીતે યોગદાન આપવાની ખાતરી આપી.