PM મોદીનો INDI એલાયન્સ પર જોરદાર પ્રહાર, કહ્યું- ‘તેઓ કેબીનેટ પદની લાલચ આપશે પણ તમે છેતરાતા નહિ’

ગુજરાત
ગુજરાત

લોકસભા ચૂંટણીના પરિણામો બાદ ટૂંક સમયમાં NDA સરકાર બનવા જઈ રહી છે. શુક્રવારે NDA સંસદીય દળની બેઠકમાં નરેન્દ્ર મોદીને સતત ત્રીજી વખત વડાપ્રધાન પદ માટે સર્વસંમતિથી પસંદ કરવામાં આવ્યા છે. આ અવસર પર પીએમ મોદીએ તમામ સહયોગીઓ અને સાંસદોનો આભાર વ્યક્ત કર્યો હતો. સાથે જ વિપક્ષી પાર્ટીઓ પર પણ નિશાન સાધ્યું હતું. પીએમ મોદીએ સાંસદોને કોઈપણ ષડયંત્રથી બચવાની સલાહ આપી છે. 

પીએમ મોદીએ NDA સંસદીય દળની બેઠકમાં કહ્યું – “લોકો તમારી પાસે આવશે અને કહેશે કે તેઓ તમને કેબિનેટમાં સ્થાન અપાવી શકે છે. હવે ટેક્નોલોજી એવી છે કે મારા હસ્તાક્ષર સાથેની યાદી પણ બહાર આવી શકે છે. હું તમને વિનંતી કરું છું કે બધા આ પ્રયાસો નિરર્થક છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે હું તમારા બધાનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. જે મિત્રો વિજયી બન્યા છે તેઓ અભિનંદનને પાત્ર છે… હું ભાગ્યશાળી છું કે તમે બધાએ મને સર્વસંમતિથી NDA સંસદીય દળના નેતા તરીકે ચૂંટ્યો છે અને મને નવી જવાબદારી સોંપી છે, જેના માટે હું તમારો આભારી છું. આપણા બધા વચ્ચે વિશ્વાસનો સેતુ મજબૂત છે, આ અતૂટ સંબંધ વિશ્વાસના મજબૂત પાયા પર આધારિત છે અને આ ક્ષણો મારા માટે ભાવનાત્મક પણ છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.