પીએમ મોદીએ દિલ્હી યૂનિવર્સિટીને આપી ભેટ, કહ્યુ- જેની પાસે જ્ઞાન, તે સુખી અને બળવાન છે

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી શુક્રવારે દિલ્હી યૂનિવર્સિટીના શાતાબ્દી કાર્યક્રમમા ઉપસ્થિત રહ્યા અને ત્યા હાજર રહેલા વિધાર્થીઓને સંબોધિત  કર્યા. પીએમ મોદી એ ત્યા 3 ઈમારતોની આધારશિલા મુકી અને યૂનિવર્સિટીને બીજી ભેંટ આપી. પીએમ મોદીએ કહ્યુ કે દિલ્હી યુનિવર્સિટીમા આવવુ પોતાના ઘરે આવવા જેવુ છે. નવાઈની વાત એ છે કે પીએમ મોદી આ કાર્યક્રમમા હાજર રહેવા માટે દિલ્હી મેટ્રોમા મુસાફરી કરીને પહોંચ્યા. પીએમ મોદીએ દિલ્લી યુનિવર્સિટી જવા માટે મેટ્રોમા મુસાફરી કરી અને મેટ્રોમા મુસાફરી કરેલા મુસાફરો સાથે વાતચીત કરી.

પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ શુક્રવારે આ કાર્યક્રમને સંબોધીત કર્યો. પીએમ મોદીએ કહ્યુ કે દિલ્હી યૂનિવર્સીટીના આ ઐતિહાસિક કાર્યક્રમમા હાજર રહેવુ એ એમના શોભાગ્યની વાત છે. પીએમ મોદીએ કહ્યુ કે તમારા મિત્રો સાથે લેટેસ્ટ વેબ સીરિજ અને રિલ્સ વિશે વાત કરતા કેમ્પસમા ફરવુ એનો આનંદ જ કઈંક અલગ છે.

પ્રધાનમંત્રીએ કહ્યુ કે યૂનિવર્સિટીએ 100 વર્ષમા પોતાના ધ્યેયને જીવંત રાખ્યુ છે, જ્યારે ભારતમા નાલંદા જેવી વિશ્વવિધ્યાલય હતી ત્યારે ભારત સુખ-સમૃદ્ધીથી ભરપૂર હતો, પહેલાના ભારતની શિક્ષા વ્યવસ્થા દેશની સમૃધ્ધીનો મોટો ભાગ હતો, પરંતુ ગુલામીના લીધે આપણી શિક્ષા ક્ષેત્રમા ભારે અસર વર્તાઈ છે. પીએમ મોદીએ કહ્યુ કે દેશમા હવે મોટી સંખ્યામા કોલેજો બની રહી છે, દેશના યુવા હવે પોતાને ગુલામ બનાવવા માંગતા નથી. 2014 પહેલા દેશમા ખુબ ઓછા સ્ટાર્ટપ હતા, પરંતુ હવે એક લાખથી પણ વધુ સ્ટાર્ટપ થઈ ગયા છે. આજે દુનિયાનો વિશ્વાસ ભારતના યુવાઓ પર વધ્યો છે.

કાર્યક્રમમા પ્રધાનમંત્રીએ કહ્યુ કે કાલસુધી જે AIની વાતો ફિક્શનમા જોતા હતા, એ આજે વાસ્તવિક બની ગઈ છે. દેશે નિવેશ ક્ષેત્રમા કેટલાય મહત્વપુર્ણ નિર્ણય લીધો છે. હવે દુનિયાની મોટી મોટી કમ્પનીઓ ભારત આવી રહી છે જે યુવા માટે આગળ વધવાનો એક અહમ તક છે. પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ મેટ્રોમા મુસાફરી કરતા ટ્વિટ કર્યુ હતુ કે દિલ્હી મેટ્રોથી દિલ્હી યૂનિવર્સિટીના કાર્યક્રમમા જતી વખતે સહ-યાત્રીના રૂપે યુવાઓ સાથે મુસાફરી કરવાનો આનંદ પ્રાપ્ત થયો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.