પ્રજાસત્તાક દિવસ નિમિત્તે ખાસ પાઘડી પહેરીને આવ્યા PM મોદી, જાણો આ વખતે તેમના લૂકમાં શું છે અલગ
ભારત આજે 75મો ગણતંત્ર દિવસ ઉજવી રહ્યું છે. આ ખાસ અવસર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિલ્હીમાં વોર મેમોરિયલ પહોંચ્યા હતા. તે ત્યાં ત્રણેય સેનાના વડાઓને મળ્યા હતા. પીએમ મોદીએ યુદ્ધ સ્મારક પર શહીદોને શ્રદ્ધાંજલિ આપી. આ દરમિયાન રક્ષા મંત્રી રાજનાથ સિંહ પણ હાજર હતા. ગણતંત્ર દિવસના આ ખાસ અવસર પર પીએમ મોદી ભગવા રંગની પાઘડી પહેરેલા જોવા મળ્યા હતા.
પીએમ મોદીની આ પાઘડીનો દેખાવ બાંધણી પાઘડી જેવો જ છે. PM એ ગયા વર્ષે સ્વતંત્રતા દિવસ પર પણ આવી જ લાલ, ગુલાબી અને પીળી પાઘડી પહેરી હતી. આ પાઘડી સાથે પીએમ મોદીએ સફેદ રંગનો કુર્તા-પાયજામા અને બ્રાઉન સાદરી પહેરી હતી.
PM મોદીની પાઘડી શા માટે છે ખાસ?
જો કે પીએમ મોદીની પાઘડીમાં ઘણા રંગો છે, પરંતુ કેસરી રંગ સૌથી વધુ ચમકી રહ્યો છે. વાસ્તવમાં આ રંગ ભગવાન રામનો પ્રિય રંગ માનવામાં આવે છે. જેના કારણે તેમની પાઘડીને ભગવાન રામના રંગ સાથે જોડવામાં આવી રહી છે. તમને જણાવી દઈએ કે 22 જાન્યુઆરીના રોજ પીએમ મોદીએ અયોધ્યા રામ મંદિરનો અભિષેક કર્યો હતો અને રામલલાની પ્રતિમાનું અનાવરણ પણ કર્યું હતું. ગણતંત્ર દિવસના અવસર પર પીએમ મોદીએ આ પાઘડી પહેરીને ભગવાન રામ પ્રત્યેની તેમની ભક્તિ દર્શાવી છે.