દેશવાસીઓને ૫ રાજ્યોમાં પેટ્રોલ ૫ રૂપીયા સસ્તું આપવાની પેટ્રોલિયમ મંત્રીની જાહેરાત

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ ફરી એકવાર સામાન્ય લોકોને મોટી આશા આપી છે. હા, આવનારા દિવસોમાં પેટ્રોલની કિંમતમાં 5 રૂપિયા સુધીનો ઘટાડો જોવા મળી શકે છે. જ્યારે દેશમાં ડીઝલ 2 રૂપિયા સસ્તું થઈ શકે છે. ખુદ પેટ્રોલિયમ મંત્રીએ પોતાના એક્સ હેન્ડલ દ્વારા આનો સંકેત આપ્યો હતો. છેલ્લી વખત માર્ચ મહિનામાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 2 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો. જો કે હાલમાં કાચા તેલની કિંમત પ્રતિ બેરલ $71 પર જોવા મળી રહી છે.

પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં ઘટાડા અંગે હરદીપ સિંહ પુરીએ કેવા સંકેત આપ્યા છે. હરદીપ સિંહ પુરીએ પોતાના એક્સ હેન્ડલ પર કહ્યું કે, ધનતેરસના શુભ અવસર પર પેટ્રોલ પંપ ડીલરોને તેલ કંપનીઓ દ્વારા આપવામાં આવેલી મોટી ભેટનું હાર્દિક સ્વાગત છે ! 7 વર્ષથી ચાલી રહેલી માંગણી પૂરી થઈ છે. તેમણે વધુમાં કહ્યું કે, હવે ગ્રાહકોને સારી સર્વિસ મળશે, પરંતુ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ વધારો થશે નહીં. દૂરસ્થ સ્થાનો (ઓઇલ માર્કેટિંગ કંપનીઓના પેટ્રોલ અને ડીઝલ ડેપોથી દૂર) પર સ્થિત ગ્રાહકોને લાભ આપવા માટે આંતર-રાજ્ય નૂર પરિવહનને તર્કસંગત બનાવવા માટે તેલ કંપનીઓ દ્વારા પણ એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.