પેટ્રોલ-ડીઝલના ભાવો આસમાનેઃ આજે સતત ૨૦માં દિવસે ભાવ વધારો જાહેર
નવી દિલ્હી : રાજધાની દિલ્હીમાં છેલ્લા ત્રણ દિવસથી ડીઝલના ભાવમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. પહેલીવાર એવું બન્યું છે કે એક લીટર ડીઝલનો ભાવ પેટ્રોલના ભાવ કરતા વધારે થઈ ગયો છે. આજે સતત ૨૦માં દિવસે ઓઈલ માર્કેટિંગ કંપનીઓ (HPCL, BPCL, IOC)એ ઈંધણના ભાવમાં વધારો કર્યો છે. કંપનીઓએ ૨૦માં દિવસે પેટ્રોલના અકિલા ભાવમાં ૨૧ પૈસાનો વધારો કર્યો છે જયારે ડીઝલના ભાવમાં ૧૭ પૈસા વધાર્યા છે. આજે તમને એ પણ જણાવી દઈએ કે આખરે ડીઝલ કરતા પેટ્રોલ કેમ મોંદ્યુ થયું છે. ઓઈલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા ડીઝલના ભાવમાં અકીલા વધારો કરવાથી અસર એ થઈ છે કે સતત ત્રીજીવાર તે પેટ્રોલ કરતા પણ મોંદ્યુ થયું છે. ભારતના ઈતિહાસમાં પહેલીવાર એક લીટર ડીઝલની કિંમત પેટ્રોલની કિંમત કરતા વધી છે. શુક્રવારે થયેલા વધારા બાદ દિલ્હીમાં એક લીટર ડીઝલની કિંમત ૮૦.૧૯ રૂપિયા થઈ છે. જયારે પેટ્રોલની કિંમત ૮૦.૧૩ રૂપિયા થયો છે. પેટ્રોલ પંપ ડીલર એસોસિએશનના પ્રેસિડેન્ટ અજય બંસલે કહ્યું કે લોકડાઉન દરમિયાન કેન્દ્રએ એકસાઈઝ ડ્યૂટી વધારી હતી. ત્યારબાદ દિલ્હી સરકારે વેટ વધાર્યો. ડીઝલ પર હાલ દિલ્હીમાં ૩૧.૮૩ રૂપિયા એકસાઈઝ લાગે છે. જયારે દિલ્હી સરકાર દ્વારા ૩૦ ટકા વેટ લગાવવામાં આવ્યો છે. એટલે કે બેઝ ટેકસ જ મોંદ્યો થઈ ગયો. કારણ કે ક્રુડ ઓઈલના ભાવમાં રોજેરોજ વધારોદ્યટાડો થાય છે અને રૂપિયાના ડોલર સામે જે સ્થિતિ હોય છે તેની પણ અસર પડે છે. આથી ડીઝલના ભાવ વધ્યાં. જયારે ક્રુડ ઓઈલના ભાવ રોજ વધે ઘટે છે ત્યારે બંને ટેકસ વધવાના કારણએ ટેકસ બેઝ વધી ગયો. અત્રે જણાવવાનું કે દરરોજ સવારે ૬ વાગ્યે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થાય છે. સવારે ૬ વાગ્યાથી નવા રેટ લાગુ થાય છે. પેટ્રોલ અને ડીઝલના રેટમાં એકસાઈઝ ડ્યૂટી, ડીલર કમીશન અને અન્ય ચીજો જોડ્યા બાદ તેના ભાવ લગભગ બમણા થઈ જાય છે.