સતત ૧૪માં દિવસે પેટ્રોલ-ડીઝલમાં થયો ભાવ વધારો
નવી દિલ્હી : આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલની કિંમતોમાં નરમ વલણ છતાં ઘરેલુ બજારમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં વધારો થયો છે. આ ફરી બન્ને ઈંધણોની કિંમતો વધી છે. છેલ્લા ૧૪ દિવસોમાં પેટ્રોલ જયા ૭.૬૨ રૂપિયા પ્રતિ લીટર મોંદ્યો થયો છે બીજી બાજુ ડીઝલની કિંમતોમાં ૮.૨૮ પ્રતિ લિટરનો વધારો થયો છે. દિલ્હીમાં આજે ડીઝલ ૬૧ પૈસા અને પેટ્રોલ ૫૧ પૈસા મોંઘુ થયું છે. ૨૦ જૂને પણ સરકારી તેલ કંપનીઓએ ઇંધણની કિંમતોમાં વધારો કરવામાં આવ્યો. દિલ્હીમાં પેટ્રોલની કિંમતના ૭૮.૩૭ રૂપિયાથી વધીને ૭૮.૮૮ રૂપિયા પ્રતિ લીટર અકીલા થઇ ગયો છે કે જે ૫૧ પૈસા લીટર મોંઘુ થયું છે. એ જ પ્રકારે ડિઝલની કિંમત ૭૭.૦૬ રૂપિયાથી વધીને ૭૭.૬૭ રૂપિયા પ્રતિ લીટર થઇ ગયો છે.જે ગઈ કાલની સરખામણીએ ૬૧ પૈસા મોંદ્યુ થયું છે. આંતરરાષ્ટ્રીય બજારમાં છેલ્લા ૧૪ દિવસોમાંથી વધુ પડતા દિવસોમાં ક્રૂડ ઓઇલની કિંમતોમાં નરમ વલણ જોવા મળ્યું છે. પરંતુ ઘરેલુ બજારમાં તેની કિંમતોમાં સતત વધારો થયો છે. હાલમાં ઇન્ડિયન બાસ્કેટ ક્રૂડ ઓઈલની કિંમત ૩૫-૪૦ ડોલર પ્રતિ બેરલની આસપાસ ચાલી રહી છે. તે હિસાબે જોઈએ તો પેટ્રોલ ડીઝલની કિંમતોમાં ઘટાડો થયો નથી.