‘મુસ્લિમ સમુદાયના લોકોએ હિંદુઓના ગરબામાં ભાગ ન લેવો જોઈએ’, જાણો મધ્યપ્રદેશના આ મૌલવીએ કેમ કરી અપીલ?
નવરાત્રી એ સનાતન ધર્મના અન્ય મુખ્ય તહેવારોમાંનો એક છે. નવરાત્રિ દરમિયાન, દુર્ગા પૂજા માટે વિવિધ સ્થળોએ પંડાલ બનાવવામાં આવે છે. આ પંડાલોમાં દુર્ગા પૂજાની સાથે હિંદુ લોકનૃત્ય ગરબા પણ કરવામાં આવે છે. મધ્યપ્રદેશના રતલામ શહેરમાં એક મુસ્લિમ ધર્મગુરુએ તેમના સમુદાયના લોકોને નવરાત્રિ દરમિયાન પરંપરાગત હિંદુ લોકનૃત્ય ગરબામાં ભાગ લેવાનું ટાળવા વિનંતી કરી છે.
મૌલવી સૈયદ અહેમદ અલી, સ્થાનિક રીતે ‘શહર કાઝી’ તરીકે ઓળખાય છે. મૌલવીએ કહ્યું કે ગરબા જેવા કાર્યક્રમોમાં ભાગ લેવો ઇસ્લામિક શિક્ષણની વિરુદ્ધ છે. તેથી મુસ્લિમ સમાજના લોકોએ આવા તહેવારોથી દૂર રહેવું જોઈએ.
કાઝીએ લેખિત સંદેશ જારી કર્યો
શહેર કાઝી અહેમદ અલીએ મુસ્લિમ સમુદાયને સંદેશમાં જણાવ્યું હતું કે, ‘હું મુસ્લિમ યુવાનો, માતાઓ, બહેનો અને પુત્રીઓને મેળામાં ન જવા વિનંતી કરું છું. ગરબાનો કાર્યક્રમ ન જોવો. તેના બદલે મુસ્લિમ સમુદાયના લોકોએ તેમના ઘરે જ રહેવું જોઈએ. મૌલવીએ કહ્યું કે તેમની અપીલ વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે.
હિંદુવાદી નેતાઓ પહેલા જ ફરમાન બહાર પાડી ચૂક્યા છે
તાજેતરમાં, મધ્યપ્રદેશના કેટલાક ભાગોમાં નવરાત્રિ પંડાલમાં બિન-હિંદુઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. રતલામમાં અનેક ગરબા ઈવેન્ટ્સના આયોજકોએ બિન-હિન્દુઓના પ્રવેશ પર સ્પષ્ટપણે પ્રતિબંધ મૂક્યો છે. એન્ટ્રી પોઈન્ટ પર બેનરો લગાવીને આ મેસેજ આપવામાં આવ્યો છે.