ડેસ્ટિનેશન વેડિંગના નામે લોકો કરી રહ્યા છે કરોડોનો ખર્ચ, વિદેશમાં નહીં પણ લગ્ન માટે આ સ્થળ બની ગયું છે પહેલી પસંદ

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

દેશમાં લગ્નની સિઝન શરૂ થઈ ગઈ છે. આ વર્ષે દેશભરમાં 38 લાખ લગ્ન થવાના છે. આવી સ્થિતિમાં દરેક વ્યક્તિનું સપનું હોય છે કે તેઓ તેમના ભાવિ જીવનસાથી સાથે દૂરના દેશમાં અથવા વિદેશમાં અથવા સાત સમંદર પાર કોઈ સુંદર જગ્યાએ લગ્ન કરે જેથી તેઓ આ ક્ષણને આખી જીંદગી માટે યાદગાર બનાવી શકે. ત્યારે હવે લોકોમાં ડેસ્ટિનેશન વેડિંગનો ક્રેઝ પણ વધી રહ્યો છે. કેટલાક લોકો પોતાના શહેરમાં લગ્ન કરી રહ્યા છે તો કેટલાક શહેરની બહાર જઈને ડેસ્ટિનેશન વેડિંગ કરી રહ્યા છે. આ પ્રકારના લગ્નોમાં સામાન્ય લગ્ન કરતાં વધુ ખર્ચ થાય છે. આ વખતે લોકો ડેસ્ટિનેશન વેડિંગના નામે લગ્ન પાછળ કરોડો રૂપિયા ખર્ચી રહ્યા છે.

આ ટ્રેન્ડ એટલો વધવા લાગ્યો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ રેડિયો પરના તેમના મન કી બાત કાર્યક્રમમાં આ અંગે ચિંતા વ્યક્ત કરી. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, આ દિવસોમાં કેટલાક પરિવારો માટે વિદેશ જઈને લગ્ન કરવા માટે નવું વાતાવરણ બનાવવામાં આવી રહ્યું છે. શું તે જરૂરી છે?

કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (CAIT)ના જનરલ સેક્રેટરી પ્રવીણ ખંડેલવાલના જણાવ્યા અનુસાર, દર વર્ષે વિદેશમાં લગભગ 5000 લગ્નો થઈ રહ્યા છે જેના પર અંદાજે 50,000 કરોડ રૂપિયાનો ખર્ચ થવાનો અંદાજ છે. આ વર્ષે દેશમાં 38 લાખ લગ્નો થવાનો અંદાજ છે જેમાં 4.7 લાખ કરોડ રૂપિયાનો બિઝનેસ થઈ શકે છે. આવી સ્થિતિમાં, જો ડેસ્ટિનેશન વેડિંગ ભારતમાં જ થાય છે, તો લગ્નનો ખર્ચ ભારતમાં જ થશે. તેનાથી દેશના વેપાર અને અર્થતંત્રને ફાયદો થશે. લોકોને કાયમી અને અસ્થાયી એમ બંને પ્રકારની રોજગારી મળશે.

સૌથી વધુ ડેસ્ટિનેશન વેન્ડિંગ વિદેશમાં દુબઈ, મસ્કત, સિંગાપોર, થાઈલેન્ડ, ઈન્ડોનેશિયા, માલ્ટા અને મલેશિયામાં થઈ રહ્યું છે. ભારતમાં મોટાભાગના લગ્નો રાજસ્થાન, ગોવા, મહાબલીપુરમ, કેરળ, શિરડી, નાસિક, દ્વારકા, સુરત, બરોડા, નાગપુર, ઓરછા, ગ્વાલિયર, ઉદયપુર, જેસલમેર, પુષ્કર, જયપુર અને મુંબઈ અને દિલ્હીમાં આજુબાજુના વેન્ડિંગ હોટસ્પોટ તરીકે ગણવામાં આવે છે. આ પૈકી વારાણસી, મથુરા અને વૃંદાવન પણ હોટ વેડિંગ ડેસ્ટિનેશન તરીકે ઉભરી આવ્યા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.