પન્નુએ પ્લેનને ઉડાવી દેવાની આપી ધમકી એર ઈન્ડિયાના વિમાન પર હુમલો થઈ શકે

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

છેલ્લા કેટલાક દિવસોમાં ભારતના વિમાનો ને 100થી વધુ ધમકીઓ મળી છે. આ ધમકીઓ વચ્ચે હવે ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુએ ભારતના વિમાનને ઉડાવી દેવાની ધમકી આપી છે. પન્નુએ કહ્યું છે કે, શીખ રમખાણોના 40 વર્ષ પૂરા થવા પર એર ઈન્ડિયાના વિમાન પર હુમલો થઈ શકે છે. પન્નુએ આંતરરાષ્ટ્રીય મુસાફરોને અપીલ કરી છે કે, તેઓ 1થી 19 નવેમ્બર સુધી એર ઈન્ડિયાની મુસાફરી ન કરે.

વર્ષ 2020માં, તેને ગેરકાનૂની પ્રવૃત્તિઓ નિવારણ અધિનિયમ હેઠળ આતંકવાદી જાહેર કરવામાં આવ્યો હતો. શીખ ફોર જસ્ટિસની સમાન વિચારધારા હોવાથી તેના પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. આ સાથે SFJનું કન્ટેન્ટ બનાવતી અને દર્શાવતી ઘણી YouTube ચેનલો પર પણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. પન્નુ હવે ભાગેડુ છે અને તેણે અમેરિકામાં આશરો લીધો છે, ઉપરાંત તેની પાસે કેનેડાની નાગરિકતા પણ છે.

ગુરપતવંત સિંહ પન્નુએ ભારતમાં આતંકવાદી ઘટનાઓની જવાબદારી લીધી છે. એપ્રિલ 2023માં એક વીડિયોમાં તેણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેમની આસામની મુલાકાત દરમિયાન ધમકી આપી હતી. જૂન 2023માં, પન્નુ બે મહિનામાં અન્ય ત્રણ અગ્રણી ખાલિસ્તાની નેતાઓના મૃત્યુ પછી છુપાઈ ગયો હતો. તેઓ ધર્મ આધારિત અલગ રાજ્ય પંજાબ અને ભારતના કેટલાક પાડોશી પ્રદેશોની હિમાયત કરે છે, જેને ખાલિસ્તાન તરીકે ઓળખવામાં આવે છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.