PM મોદીની અમેરિકા યાત્રાથી ટેન્શનમાં પાકિસ્તાની નેતાઓ… હિના રબ્બાનીએ કહી મોટી વાત

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અમેરિકાની રાજકીય મુલાકાતથી પાકિસ્તાન ચિંતિત થયું છે અને પાકિસ્તાનના અલગ-અલગ નેતાઓ તરફથી અલગ-અલગ નિવેદનો આવી રહ્યા છે. કેટલાક પાકિસ્તાની નેતાઓએ અમેરિકા-ભારત વચ્ચેના મજબૂત સંબંધોને પાકિસ્તાન માટે ખતરો કહ્યો છે, ત્યારે PM મોદીના અમેરિકા પ્રવાસને લઈને પાકિસ્તાનના વિદેશ રાજ્ય મંત્રી હિના રબ્બાએ મોટું નિવેદન આપ્યું છે. ભારતીય વડાપ્રધાનની અમેરિકા મુલાકાત પર ટિપ્પણી કરતાં હિના રબ્બાની ખારે કહ્યું કે, પાકિસ્તાન હંમેશા સાર્વભૌમ દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને નકારાત્મક રીતે નહીં પરંતુ હકારાત્મક રીતે જોશે.

વોઈસ ઓફ અમેરિકા સાથેના એક ઈન્ટરવ્યુમાં હિના રબ્બાની ખારે કહ્યું કે, કોઈ પણ બાબતને નકારાત્મક રીતે જોવાની કોઈ જરૂર નથી. જોકે તેમણે એમ પણ કહ્યું કે, પાકિસ્તાન પાસે એક ‘લડાકૂ’ પડોશી છે, જેણે 2019માં પાકિસ્તાનમાં જેટ (બાલાકોટ એર સ્ટ્રાઈક) મોકલીને લશ્કરી સાહસ કર્યું હતું અને તેમણે આ પગલાંને અભૂતપૂર્વ અને અકલ્પનીય ગણાવ્યું હતું.

જિયો ન્યૂઝના જણાવ્યા અનુસાર PM મોદીની અમેરિકા મુલાકાત પાકિસ્તાન માટે તણાવ વધારનારી છે. છેલ્લા ઘણા વર્ષોમાં પાકિસ્તાન ચીનથી નજીક આવ્યું છે, ત્યારથી ભારત સાથે વોશિંગ્ટનનો સહકાર વધ્યો છે. ખાસ કરીને ચીન-પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોર (CPEC)માં મોટું રોકાણ કર્યા બાદ અમેરિકા ઘણીવાર પાકિસ્તાનને નારાજગી બતાવી ચુક્યું છે.

બીજીતરફ PM મોદીના અમેરિકા પ્રવાસ અંગે પાકિસ્તાનના સંરક્ષણમંત્રી ખ્વાજા આસિફ દ્વારા અપાયેલ નિવેદનમાં પાકિસ્તાનનો ડર દેખાઈ રહ્યો છે. ડોન સાથે વાત કરતાં તેમણે કહ્યું કે, ભારત અને અમેરિકા તેમના સંબંધો શ્રેષ્ઠ બનાવી રહ્યાં છે… પાકિસ્તાનને આનાથી કોઈ સમસ્યા નથી, પરંતુ તેની અસર પાકિસ્તાન પર ન થવી જોઈએ.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.