સિગારેટ પીવાની પીડાદાયક સજા! શિક્ષકે 10માના વિદ્યાર્થીને બેલ્ટથી માર મારતા વિધાર્થીનું મોત

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

બિહારના પૂર્વ ચંપારણમાં એક શિક્ષકે વિદ્યાર્થી પર સજા આપવાની હદ વટાવી દીધી. વિદ્યાર્થીને એટલો માર મારવામાં આવ્યો કે તેણે જીવ ગુમાવ્યો. આરોપ છે કે વિદ્યાર્થી સિગારેટ પીતો હતો અને શિક્ષકે તેને આમ કરતા જોયો હતો.મૃતક વિદ્યાર્થીનું નામ બજરંગી કુમાર છે.બીજી તરફ ઘટનાની જાણ થતાં જ પોલીસે મૃતક વિદ્યાર્થીની લાશનો કબજો મેળવ્યો હતો. અને તેને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે.

આરોપી શિક્ષક બજરંગી જ્યાં અભ્યાસ કરે છે તે શાળાનો ચેરમેન છે. આ શાળા મધુબન પોલીસ સ્ટેશન વિસ્તારના હરદિયા પુલ પાસે આવેલી છે. પરિવારના સભ્યોના જણાવ્યા અનુસાર, બજરંગીને બે મહિના પહેલા જ સ્કૂલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ત્યારે આ ઘટના બાદ શાળાના ચેરમેન શાળાને તાળા મારીને ફરાર થઈ ગયા છે. કહેવામાં આવી રહ્યું છે કે ટૂંક સમયમાં જ સ્કૂલને સીલ કરવામાં આવશે. પોલીસના જણાવ્યા અનુસાર આ માટે ડીઈઓને પત્ર લખવામાં આવ્યો છે.

મળતી માહિતી મુજબ ઘરનો એક મોબાઈલ ખરાબ થયો હતો. બજરંગી તેને રીપેર કરવવા માટે મધુબન ગયો હતો. આ દરમિયાન, તેણે કથિત રીતે સિગારેટ કાઢી અને હરદિયા બ્રિજ પર ધૂમ્રપાન કરવાનું શરૂ કર્યું. ત્યારે ત્યાંથી પસાર થતા શાળાના ચેરમેને વિદ્યાર્થીને સિગારેટ પીતો જોયો હતો. પછી વિદ્યાર્થીને પકડીને સીધો શાળાએ લઈ ગયો હતો.

બજરંગીના પરિવારજનોનો આરોપ છે કે સ્કૂટના ટીચરે બજરંગીના કપડા ઉતારી દીધા અને તેને બેલ્ટ વડે માર માર્યો. આ પછી બજરંગી બેહોશ થઈને જમીન પર પડી ગયો. તેને સારવાર માટે મધુબનની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. અહીં વિદ્યાર્થીની ગંભીર હાલતને જોતા તેને સારવાર માટે મુઝફ્ફરપુર રિફર કરવામાં આવ્યો, જ્યાં તેનું મોત નીપજ્યું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.