દિલ્હીની બત્રા હોસ્પિટલમાં ઓક્સિજન દોઢ કલાલ મોડો પહોંચ્યો, 8ના મોત, એક ડોક્ટર પણ સામેલ

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

દેશમાં કોરોનાએ અત્યાર સુધીના તમામ રેકોર્ડ તોડી દીધા છે. છેલ્લાં 24 કલાકમાં દેશમાં કોરોના વાઈરસના 4 લાખથી વધારે નવા કેસ નોંધાયા છે. દેશમાં કોરોના સંક્રમણની સ્થિતિને ધ્યાનમાં રાખીને અન્ય દેશોએ પણ મદદ માટે હાથ લંબાવ્યો છે. દેશમાં ઓક્સિજનની મોટી માત્રામાં અછત જોવા મળી રહી છે. આ વાત જગજાહેર છે. દિલ્હી હાઈકોર્ટમાં આજે જ્યારે રાજ્યમાં ઓક્સિજનની અછત વિશે દલીલો ચાલતી હતી ત્યારે જ દિલ્હીની બત્રા હોસ્પિટલમાં 8 લોકોના ઓક્સિજનની અછતના કારણે મોત થયા છે.

તેમાં એક ડોક્ટર પણ સામેલ છે. દિલ્હીની બત્રા હોસ્પિટલમાં ઓક્સિજનની કમીના કારણે 8 લોકોના મોતની માહિતી હોસ્પિટલ પ્રશાસન દ્વારા જ આપવામાં આવી છે. હોસ્પિટલ અધિકારીએ એવું પણ જણાવ્યું છે કે, બત્રા હોસ્પિટલમાં મૃતકોમાં ગેસ્ટ્રોએન્ટોરોલોજી વિભાગના એચઓડી પણ સામેલ છે.

જોકે બત્રા હોસ્પિટલને આ દરમિયાન ઓક્સિજનનો સપ્લાય પહોંચી ગયો હતો પરંતુ તેમાં ઘણી વાર થઈ હતી. હોસ્પિટલ તરફથી જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, અમને સમય સર ઓક્સિજન ના મળ્યો. અમારે બપોરે 12 વાગે જ ઓક્સિજન પૂરો થઈ ગયો હતો અને અમને દોઢ વાગે સપ્લાય મળ્યો. અમે 8 ના જીવ ગુમાવી દીધા. એમાં અમારા એક ડોક્ટર પણ હતા.

દિલ્હીની બત્રા હોસ્પિટલે શનિવારે ઓક્સિજન ખતમ થવાના કારણે 8 દર્દીઓના જીવ ગુમાવ્યા પછી હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા હતા. હોસ્પિટલ તરફથી કોર્ટને જણાવવામાં આવ્યું હતું કે, એક કલાક વધારે સમય સુધી ઓક્સિજનનો સપ્લાય નહતો. તેના કારણે 8 કોરોના દર્દીઓના મોત થયા છે. હોસ્પિટલે કહ્યું કે, સવારે 6 વાગ્યાથી ઈમરજન્સી હતી. હોસ્પિટવમાં 307 દર્દી દાખલ હતા. તેમાંથી 230 ઓક્સિજન સપોર્ટ પર હતા.
ત્યારે હાઈકોર્ટે કહ્યું હતું કે, દરેક લોકો થાકેલા છે. અમે પણ હવે થાકી ગયા છીએ. કોર્ટે કહ્યું, તમે ડોક્ટર્સ છો, તમારે તમારી નસ પારખવી જરૂરી છે. વ્યવસ્થા ઉભી કરવા માટે સમય આપો. જો તમે મેસેજ જ કરતા રહેશો તો બીજુ કામ કરતી વ્યક્તિ પણ તેમાં વ્યસ્ત થઈ જશે.

દિલ્હીમાં ઓક્સિજનની ભારે કમી

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું છે કે, રાજ્યમાં ઓક્સિજનની ભારે કમી છે. દરેક હોસ્પિટલમાંથી SoSના મેસેજ આવી રહ્યા છે. અમે કોર્ટમાં વાત કરી છે અને કેન્દ્ર સરકારને પણ પત્ર લખ્યો છે. દિલ્હીમાં રોજ 976 ટન ઓક્સિજનની જરૂર છે, પરંતુ 490 ટન જ મળી રહ્યો છે. દિલ્હીમાં ગઈ કાલે તો માત્ર 312 ટન જ ઓક્સિજન મળ્યો હતો.

શુક્રવારે દેશની રાજધાની દિલ્હીમાં 27,047 લોકો કોરોના પોઝિટિવ મળ્યા. 25,288 લોકો સ્વસ્થ થયા અને 375 લોકો મૃત્યુ પામ્યા. અત્યાર સુધીમાં 11 લાખ 49 હજાર લોકો સંક્રમણની ઝપેટમાં આવી ચૂક્યા છે. તેમાંથી 10 લાખ 33 હજાર લોકો સાજા થયા છે, જ્યારે 16,147 દર્દીઓ મૃત્યુ પામ્યા છે. 99,361ની સારવાર ચાલી રહી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.