ખેડૂત આંદોલન પર વિપક્ષ નબળો સાબીત થયો છે : શિવસેનાનું કોંગ્રેસ પર નિશાન

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

દેશમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનમાં મચક નહીં આપવાના મોદી સરકારના નિર્ણયમાં મહારાષ્ટ્રમાં સાથી પક્ષ શિવસેનાએ કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે ભાજપ જે રીતે ચિંતા વગર દેશનું શાસન ચલાવી રહ્યો છે તે માટે કોંગ્રેસ જવાબદાર છે. દેશમાં ખેડૂત આંદોલન સહિતના મુદે વિપક્ષ નબળો પડી રહ્યો છે. અને યુપીએમાં ભાજપ જેવા નેતૃત્વની કોઇ જરુર છે. શિવસેના મુખપત્ર સામનામાં એક તંત્રી લેખમાં પ્રથમ વખત સેનાએ રાજ્યમાં તેના સાથી પક્ષ પર આટલા આકરા પ્રહાર કર્યા હતા. સામનામાં લખાયું છે કે જે રીતે કેન્દ્રની સરકાર ખેડૂત આંદોલન છતાં પણ સમાધાનના મૂડમાં નથી તેના માટે મોદી-શાહ નહીં પરંતુ દેશનો વિપક્ષ જવાબદાર છે. જે પૂરી રીતે દેવાળિયા જેવી હાલતમાં છે. સામનામાં લખાયું કે, ભાજપ વારંવાર રાહુલ ગાંધીની મજાક ઉડાડે છે પરંતુ તેની પાસે આમ કરવાની હિંમત કયાંથી આવી તે કોંગ્રેસે વિચારવાની જરુર છે. સામનામાં લખાયું છે કે દેશમાં લોકતંત્રનું અધપતન થઇ ગયું છે. વિપક્ષ પોતે મજબૂત બનવા ઇચ્છતો નથી. છેલ્લા પાંચ વર્ષમાં અનેક આંદોલન થયા પણ સરકારને કોઇ મુશ્કેલી પડી નથી. શિવસેનાએ એ પણ લખ્યું કે રાહુલ ગાંધીએ બે કરોડ ખેડૂતોની સહી સાથેનું આવેદન પત્ર રાષ્ટ્રપતિને સોંપ્યું તેની પણ મજાક ઉડી રહી છે. બે કરોડની સહી કોંગ્રેસના કયા કાર્યકર્તાઓ લેવા ગયા હતા તે પ્રશ્ર્ન પુછાઈ રહ્યો છે. શિવસેનાના આ મુખપત્રમાં ફરી એક વખત એનસીપીના વડા શરદ પવારની પ્રશંસા કરવામાં આવી છે. અને કહ્યું છે કે શરદ પવારના નેતૃત્વની એનસીપી સિવાય કોઇ પક્ષમાં આક્રમકતા નજરે ચડતી નથી. બિહારમાં તેજસ્વી યાદવે જે કરી બતાવ્યું તેવું કરવામાં રાહુલ ગાંધી કરવામાં નિષ્ફળ નીવડયા છે. રાષ્ટ્રપતિ ભવનની રેલી સમયે પ્રિયંકા ગાંધીની ધરપકડ થઇ શકે છે, મમતા બેનરજીને એકલા પાડી દેવામાં આવ્યા છે. આ તમામ વિપક્ષની કંગાળીયતનો નમૂનો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.