નેપાળ ભૂસ્ખલન બસ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં માત્ર 19 લાશ મળી, ડઝન લોકોનો નથી કોઈ જ પત્તો
નેપાળનાં ચિતવન જીલ્લામાં ગયા અઠવાડિયે બે બસો ભૂસ્ખલનના કાટમાળ સાથે નદીમાં તણાયા બાદ બચાવકર્મીઓએ અત્યાર સુધી 19 મૃતદેહો શોધી કાઢ્યા છે, જેમાં ચાર ભારતીય પણ સામેલ હતા. ભૂસ્ખલનની આ ઘટના શુક્રવારનાં ચિતવન જીલ્લાનાં નારાયણઘાટ-મુગલિંગ માર્ગ પર સિમતતાલ વિસ્તારમાં થઇ હતી. જો કે, આ ઘટનામાં 54 લોકોમાંથી ત્રણ લોકો પાણીમાંથી તરીને બહાર નીકળી ગયા હતા. બીરગંજથી કાઠમંડુ જઈ રહેલી પહેલી બસમાં સાત ભારતીય નાગરિક સહીત 24 યાત્રીઓ હતા. કાઠમંડુથી ગૌર જઈ રહેલી બીજી બસમાં 30 લોકો સવાર હતા.
ભારે ભૂસ્ખલન કારણે બંને બસો ત્રીશુલી નદીમાં ખાબકી હતી. બંને બસો સંબધિત ઘટનામાં અત્યાર સુધીમાં 19 લોકોનાં મૃતદેહ મળી આવ્યા છે. સશસ્ત્ર પોલીસ બળનાં સુત્રો અનુસાર, 19 માંથી ચાર મૃતદેહ ભારતીય નાગરિકોનાં છે. પાંચ પુરુષ લાશની હજુ સુધી કોઈ પત્તો નથી. પોલીસ અનુસાર નેપાળનાં સ્થાનિક અધિકારી બચાવ કાર્ય માટે બિહાર અને યુપીનાં ભારતીય અધિકારો સાથે સંકલન બનાવી રહ્યા છે. તપાસ અને બચાવ કાર્ય ગુરુવારે પણ ચાલુ રહ્યું હતું.