એક સમયે કમલનાથના નિકટવર્તી સલુજા ભાજપમાં જોડાયા કોંગ્રેસને મ.પ્ર.માં ભારે મોટો આંચકો

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

મધ્ય પ્રદેશ કોંગ્રેસને ભારે આંચકો લાગ્યો છે. એક સમયે પૂર્વ મુખ્યમંત્રી અને પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ કમલનાથના નિકટવર્તી મનાતા નરેન્દ્રસિંહ સલૂજા ભાજપમાં જોડાઈ ગયા છે. મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે તેઓને સભ્યપદ આપી દીધું છે.
કોંગ્રેસને આ આંચકો તેવા સમયે લાગ્યો છે કે જ્યારે રાહુલ ગાંધીના નેતૃત્વમાં પક્ષની ભારત જોડો યાત્રા રાજ્યમાં પ્રવેશી ચૂકી છે.
મૂળવાત તે છે કે ઇન્દોરમાં ખાલસા કૉલેજના એક સન્માન સમારોહમાં વિવાદ ઉભો થતાં કમલનાથે સલુજાને તમામ પદ ઉપરથી દૂર કર્યા હતા. તેથી રીસાઈને નરેન્દ્રસિંહ સલુજાએ આ પગલું ભર્યું હોવાનું માનવામાં આવે છે.
કેટલાક આ ઘટનાને રાહુલ ગાંધીની પદયાત્રાનો પ્રભાવ ઘટાડવા માટેની એક સાજીસ તરીકે જણાવે છે.
પૂર્વ મુખ્યમંત્રી કમલનાથના એક સમયે નિકટવર્તી મનાતા હતા તેઓ તેના મીડીયા કો ઓર્ડીનેટર પણ હતા.
તેઓને કમલનાથે તાજેતરમાં જ દરેક પદો ઉપરથી દૂર કર્યા હતા. વાત એમ બની હતી કે ઇન્દોરની ખાલસા કોલેજમાં ગુરૂનાનક જયંતિના ઉત્સવ પ્રસંગે ખાલસા સ્ટેડીયમમાં યોજાયેલા એક કાર્યક્રમમાં કમલનાથને સન્માનિત કરવામાં આવ્યા હતા. તે પછી કમલનાથ કાર્યક્રમ પૂરો થતાં સ્ટેડિયમની બહાર ગયા ત્યારે કીર્તી ગાયક મનપ્રીત સિંહ કાનપુરીએ કમલનાથ બહાર જતાં જ ૧૯૮૪નાં શિખ વિરોધી રમખાણો યાદ કરતાં આયોજકો ઉપર ફીટકાર વર્સાવ્યા હતા. તે પછી સ્ટેડીયમને દૂધ અને પાણીથી સ્વચ્છ કરાયું. આયોજકોએ તેવાં બેનર લગાડયાં હતાં જેમાં લખ્યું હતું ડોન્ટ ફર્ગેટ ૧૯૮૪ સાથે તેવાં પણ પોસ્ટર હતાં કમલનાથને ફાંસી દો


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.