![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2020/07/Untitled-6.jpg)
સોપોરમાં આતંકીઓના નિશાન બનેલા દાદાની બોડી ઉપર ત્રણ વર્ષનો પૌત્ર બેસી ગયો, જવાને તેને બચાવ્યો
જમ્મુ-કાશ્મીરના બારામુલા જિલ્લાના સોપોરમાંથી હ્રદયને કંપાવી દે તેવી તસવીરો સામે આવી છે. અહીં સવારે આતંકવાદીઓએ CRPF ઉપર હુમલો કર્યો હતો. આ દરમિયાન ફાયરિંગમાં એક વ્યક્તિ અને ત્રણ વર્ષનું બાળક ઝપટમાં આવી ગયા હતા.
હુમલામાં વ્યક્તિનું મોત થઈ ગયું. જે તસવીરો સામે આવી તેમા ફાયરિંગની વચ્ચે બાળક તે વ્યક્તિની બોડી ઉપર બેસી ગયું. કોઈ ડર વગર આમતેમ ફરતું જોવા મળ્યું. જવાનોએ તેને બચાવી લીધું. જોકે સોશિયલ મીડિયા ઉપર તેને પિતા બતાવવામાં આવી રહ્યા છે. પરંતુ વાસ્તવમાં તે દાદા અને પૌત્ર છે. બાળક મૃત દાદાની છાતી ઉપર બેસી ગયું હતું.