OMG/ મુંબઈમાં ચોકાવનારો કિસ્સો, આઈસ્ક્રીમ કોનમાંથી નીકળી માનવ આંગળી

ગુજરાત
ગુજરાત

મુંબઈમાંથી એક ડરામણો કિસ્સો સામે આવ્યો છે. મુંબઈના એક ડૉક્ટરને કથિત રીતે આઈસ્ક્રીમ કોનમાં માનવ આંગળી મળી આવી છે. જો કે, આ ઓનલાઈન ઓર્ડર ડોક્ટરની બહેન દ્વારા બુધવારે (12 જૂન) ના રોજ કરવામાં આવ્યો હતો. અહેવાલો અનુસાર, આ ઘટના મલાડમાં બની હતી જ્યારે એક મહિલાએ ગ્રોસરી ડિલિવરી એપ Zepto દ્વારા અન્ય વસ્તુઓની સાથે આઈસ્ક્રીમનો ઓર્ડર આપ્યો હતો.

ફ્રી પ્રેસ જર્નલમાં છપાયેલા અહેવાલ અનુસાર, મલાડના રહેવાસી ઓર્લેમ બ્રેન્ડન સેરાઓ (27) નામના ડૉક્ટરે અડધુ બટર સ્કોચ આઈસ્ક્રીમ ખાધું હતું જ્યારે તેને જીભ પર કંઈક અલગ સ્વાદ આવ્યો ત્યારે તેને નજીકથી જોયું તો તેની અંદર એક માનવ આંગળી જોવા હતી.

આંગળી ફોરેન્સિક તપાસ માટે મોકલી

સેરારાવની બહેને તાત્કાલિક પોલીસને ઘટનાની જાણ કરી હતી. પોલીસે તેમની પ્રાથમિક તપાસમાં જણાવ્યું હતું કે આઈસ્ક્રીમમાં માનવ આંગળી હતી. પોલીસે હવે આંગળીને ફોરેન્સિક તપાસ માટે મોકલી છે. પોલીસે જણાવ્યું હતું કે જ્યાં આઈસ્ક્રીમ બનાવવામાં આવી હતી અને પેક કરવામાં આવી હતી તેની પણ તપાસ કરવામાં આવશે. પોલીસ અધિકારીએ કહ્યું કે આ બાબતને ગંભીરતાથી લેવામાં આવી રહી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.