ત્રણ રાજ્યોમાંથી રૂ. 2100 કરોડનું ડ્રગ્સ જપ્ત: ગુજરાત, કેરળ, મહારાષ્ટ્ર

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

દેશમાં શનિવારે એક જ દિવસમાં ત્રણ રાજ્યોમાંથી કુલ રૂ. ૨૧૦૦ કરોડનું ડ્રગ્સ જપ્ત કરાયું છે. ગુજરાતમાં એટીએસ અને કોસ્ટગાર્ડે જખૌ બંદરેથી રૂ. ૩૫૦ કરોડનું ૫૦ કિલો હેરોઈન જપ્ત કર્યું હતું અને ૬ પાકિસ્તાનીઓની ધરપકડ કરી હતી જ્યારે કેરળના કોચ્ચીમાં એનસીબી તથા ભારતીય નૌકાદળના સંયુક્ત ઓપરેશનમાં રૂ. ૧૨૦૦ કરોડનું ૨૦૦ કિલો હેરોઈન જપ્ત કરાયું છે. આ સાથે માછલી પકડવાનું એક ઈરાની જહાજ પણ જપ્ત કરાયું છે તેમજ છ ઈરાનીઓની ધરપકડ કરી છે. બીજીબાજુ ડીઆરઆઈએ મુંબઈ ન્હાવા શેવા બંદરે કન્ટેનરમાંથી રૂ.૫૦૨ કરોડ રૂપિયાની કિંમતનું ૫૦ કિલોગ્રામ ઉચ્ચ ગુણવત્તાવાળું કોકેન જપ્ત કર્યું હતું.નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (એનસીબી), ભારતીય નૌકાદળ, કોસ્ટ ગાર્ડે અલગ અલગ અભિયાન હેઠળ રૂ. ૨૧૦૦ કરોડનું ડ્રગ્સ પકડયું છે. એનસીબી અને ભારતીય નૌકાદળે સંયુક્ત અભિયાન હેઠળ રૂ. ૧૨૦૦ કરોડથી વધુની કિંમતનું અંદાજે ૨૦૦ કિલો હેરોઈન, એક ઈરાની જહાજ જપ્ત કરાયા છે તથા છ ઈરાની નોગરિકોની ધરપકડ કરાઈ છે. તપાસ એજન્સીને જહાજમાંથી હેરોઈનના ૨૦૦ પેકેટ મળ્યા હતા, જેમાંથી પ્રત્યેકમાં અફઘાનિસ્તાન અને પાકિસ્તાન સ્થિત ડ્રગ કાર્ટેલ સંબંધિત વિશિષ્ટ ઓળખ અંકિત હતી. એનસીબીએ કહ્યું કે કેટલાક પેકેટ પર સ્કોર્પિયન સીલ જ્યારે અન્ય પર ડ્રેગન સીલના નિશાન હતા. આ ડ્રગ્સને વોટરપ્રૂફ, સાત પડના પેકિંગમાં પેક કરાયા હતા.એનસીબીએ કહ્યું કે, પ્રારંભિક તપાસ મુજબ આ હેરોઈન અફઘાનિસ્તાનથી રવાના થયું હતું અને પાકિસ્તાન લઈ જવાતું હતું. પાછળથી આ જહાજ આગળ શ્રીલંકન જહાજને ડિલિવરી કરવા માટે ભારતીય જળ સીમામાં પહોંચ્યું હતું. શ્રીલંકન જહાજની ઓળખ કરવા અને તેને રોકવાનો પ્રયત્ન કરાયો હતો, પરંતુ તેની જાણી થઈ શકી નહોતી. એનસીબીના અધિકારીએ કહ્યું કે, આરોપીઓએ સમુદ્રમાં કૂદીને ભાગવાનો અને ડ્રગ્સને પાણીમાં ફેંકવાનો પ્રયત્ન કર્યો હતો. અરબ સાગર અને હિન્દ મહાસાગર મારફત ભારતમાં અફઘાનિસ્તાનની હેરોઈન ઘુસાડવાની પ્રવૃત્તિ છેલ્લા કેટલાક વર્ષોમાં વધી છે. બીજીબાજુ ડિરેકટોરેટ ઓફ રેવેન્યુ ઈન્ટેલિજન્સ (ડીઆરઆઈ)એ મુંબઈ નજીક ન્હાવા શેવા બંદરે ફળો લઈ જતા કન્ટેનરમાંથી રૂ.૫૦૨ કરોડ રૂપિયાની કિંમતનું ૫૦ કિલો કોકેન જપ્ત કર્યું હતું. તાજેતરમાં સમુદ્ર માર્ગે આટલા મોટા પ્રમાણમાં કોકેનની દાણચોરી કરવાની આ સૌથી મોટી ઘટના છે. આ ડ્રગ ગુરુવારે કબજે કરવામાં આવ્યું હતું. સાઉથ આફ્રિકાથી ન્હાવાશેવા બંદરે આવી રહેલા કન્સાઈનમેન્ટ વિશે ડીઆરઆઈના મુંબઈ ઝોનલ યુનિટને ગુપ્ત માહિતી મળી હતી. કન્ટેનરમાં લીલા સફરજનના બોકસની અંદર કોકેન સંતાડી લવાયું હતું. કોકેનની એક કિલોની ૫૦ ઈંટ બનાવાઈ આવી હતી. આ ઓપરેશન દરમિયાન ડીઆરઆઈએ ૫૦.૨૩ કિલો કોકેન જપ્ત કર્યું હતું, જેની કિંમત અંદાજે રૂ.૫૦૨ કરોડ છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.