મેડિકલ કોલેજોમાં ઓબીસીને 50 ટકા કોટા નહીં મળે, સુપ્રીમનો સૌથી મોટો નિર્ણય

ગુજરાત
ગુજરાત

તમિલનાડુમાં ઓલ ઇંડિયા કોટા અંતર્ગત આ વર્ષે મેડિકલ કોલેજેમાં ઓબીસીને ૫૦ ટકા કોટા આપવાની અરજીને સુપ્રીમ કોર્ટે રદ કરી દીધી છે. તમિલનાડુ સરકાર, એઆઇએડીએમકે અને ડીએમકે દ્વારા આ અરજીઓ કરવામાં આવી હતી.

જેમાં કેન્દ્ર સરકાર દ્વારા ઓલ ઇંડિયા કોટા અંતર્ગત તમિલનાડુમાં અંડર ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ મેડિકલ તેમજ ડેંટલ કોર્સમાં ઓબીસીને ૫૦ ટકા કોટા ન આપવા મુદ્દે રાજ્ય અને સ્થાનિક પક્ષો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. જેને સુપ્રીમ કોર્ટ દ્વારા સ્વીકારવામાં નહોતો આવ્યો.

અરજીમાં દાવો કરવામાં આવ્યો હતો કે મેડિકલ કોલેજોમાં ઓબીસી માટે અનામતની વ્યવસ્થા ન હોવી બંધારણનું ઉલ્લંઘન છે. અરજીમાં કેંદ્ર દ્વારા ઓલ ઇંડિયા કોટા અંતર્ગત તમિલનાડુમાં અંડર ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ મેડિકલ અને ટેંડલ કોર્સમાં ઓબીસીને ૫૦ ટકા કોટા ન આપવાનો વિરોધ કરવામાં આવ્યો હતો. સાથે દાવો કરાયો હતો કે તમિલનાડુમાં ઓબીસી, એસસી, એસટી માટે ૬૯ ટકા અનામત છે. જેમાં ઓબીસીનો હિસ્સો ૫૦ ટકા છે. તેથી મેડિકલ કોલેજોમાં પણ ઓબીસીને ૫૦ ટકા અનામત આપવી જોઇએ. જે માગણી સુપ્રીમે ફગાવી દીધી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.