દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા ૭ લાખ ૪૪ હજાર ૨૯૧ થઈ, ૨૦ હજાર ૬૫૩ લોકોના મોત, મહારાષ્ટ્રમાં સૌથી વધુ ૯૨૫૦ લોકોના મોત.

રાષ્ટ્રીય
corona
રાષ્ટ્રીય

નવી દિલ્હી. દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા ૭ લાખ ૪૪ હજાર ૨૯૧ થઈ ગઈ છે. આ આંકડા covid19india.orgના જણાવ્યા પ્રમાણે છે. આ સાથે જ મહારાષ્ટ્રમાં બુધવારે લોજ અને હોટલ ખુલી જશે. સરકારે ૩૩% સ્ટાફ સાથે ખોલવાની મંજૂરી આપી દીધી છે. સાથે જ ગાઈડલાઈન્સ પણ નક્કી કરાઈ છે. જો કે, હાલ રેસ્ટોરન્ટ પર પ્રતિબંધ ચાલું રહેશે.

તો આ તરફ કેન્દ્ર સરકારે સંક્રમિત દર્દીઓના સારવારમાં ઉપયોગમાં લેવાતી રેમડેસિવિર દવાના કાળા બજારની ફરિયાદને ગંભીરતાથી લીધી છે. સરકારે મંગળવારે રાજ્યોને કહ્યું કે, તે હોસ્પિટલમાં યોગ્ય ભાવે રેમડેસિવિર દવાની પૂરતી સપ્લાઈ કરાવે.

હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરે જણાવ્યું કે, હરિયાણાના ફરીદાબાદમાં પહેલી પ્લાઝ્મા બેન્ક શરૂ કરાશે
ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચે બુધવારે જણાવ્યું કે, અત્યાર સુધી દેશમાં ૧ કરોડ ૪ લાખ ૭૩ હજાર ૭૭૧ ટેસ્ટ થઈ ચુક્યા છે. જેમાંથી ૨ લાખ ૬૨ હજાર ૬૭૯ સેમ્પલ ૭ જુલાઈએ ટેસ્ટ કરાયા હતા.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે બુધવારે કોરોનાના આંકડા જાહેર કર્યા હતા. જેના જણાવ્યા પ્રમાણે, છેલ્લા ૨૪ કલાકમાં ૭૫૨ કેસ સામે આવ્યા હતા. સાથે ૪૮૨ લોકોના મોત થયા હતા. આ સાથે જ દેશમાં ૭ લાખ ૪૨ હજાર ૪૧૭ કેસ સામે આવી ચુક્યા છે. જેમાંથી ૨ લાખ ૬૪ હજાર ૯૪૪ એક્ટિવ કેસ છે અને ૪ લાખ ૫૬ હજાર ૮૩૧ દર્દી સાજા થઈ ચુક્યા છે. સાથે જ અત્યાર સુધી ૨૦ હજાર ૬૪૨ લોકોના મોત થયા છે.
ગુજરાત હાઈકોર્ટ ૧૦ જુલાઈ સુધી બંધ રહેશે. છેલ્લા બે દિવસમાં અહીંયા ૬ કર્મચારી સંક્રમિત મળ્યા હતા. હાઈકોર્ટના પરિસરમાં સેનેટાઈઝેશનનું કામ ચાલી રહ્યું છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.