હવે તમે ઘરે બેઠા ઓર્ડર કરો પેટ્રોલ-ડીઝલનો, આ કંપનીઓ કરશે ડોર-ટુ-ડોર ફ્યુલ ડિલીવરી

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

એપ આધારિત ડોર-ટુ-ડોર ફ્યુલ ડિલીવરી સર્વિસ દેવા માટે ધ ફ્યુલ ડિલીવરી ભારતમાં દિલ્લી, એનસીઆઈ અને દેશની આર્થિક રાજધાની મુંબઈથી શરૂઆત કરવા માટે તૈયાર છે. નવી શરૂઆત કરતા મુંબઈ સ્થિત આરએસટી ફ્યુલ ડિલીવરી પ્રાઈનેટ લિમિટેડનો ઉદ્દેશ દેશમાં ફ્યુલ ડિલીવરી અને વપરાશની માગની ડિમાન્ડને બદલવાનો છે અને ઉપભોક્તાઓની સાથે સાથે નિર્માણ અને લોજીસ્ટિક કંપનીઓ જેવી મોટા પ્રમાણમાં ગ્રાહકોને સશક્ત બનાવવાનો છે. ધ ફ્યુલ ડિલીવરીના સંસ્થાપક અને સીઈઓ રશિત માથુરનું કહેવું છે કે, અમે મુખ્યરૂપથી રીયલ એસ્ટેટ, હોસ્પિટલો, કોર્પોરેટ કાર્યાલય, સ્કુલો અને સંસ્થાઓ, બેંકો, શોપિંગ મોલ, ગોડાઉનો, ટ્રાન્સપોર્ટેશન અને લોજિસ્ટિક અને કૃષિ જેવા ક્ષેત્રોમાં ફ્યુલની હોમ ડિલીવરી માટે એક મોટી ક્ષમતાને જોઈ રહ્યાં છીએ. તેલ માર્કેટિંગ કંપનીઓનું અનુમાન છે કે, આવનારા 12થી 18 મહીનામાં બજાનો ભાવ 2000 કરોડ રૂપિયા સુધીનો હોઈ શકે છે.

આ સિસ્ટમ ફ્યુલની હોમ ડિલીવરીની સુવિધા આપે છે. ગ્રાહકો પોતાના સ્માર્ટફોનમાં કંપનીની મોબાઈલ એપને ડાઉનલોડ કરીને ફ્યુલ ઓર્ડર કરી શકે છે તે એપના માધ્યમથી પેમેન્ટ કરી શકે છે અને એપના માધ્યમથી જ ડિલીવરીનું મોનિટરીંગ પણ કરી શકે છે. રક્ષિત માથુરે જણાવ્યું હતું કે, અમે મોબાઈલ એપ બનાવવા માટે આઈઓટી ટેક્નોલોજીની મદદ લીધી છે. અમારા તમામ ડિલીવરી વાહનોને આઈઓટી સોલ્યુશનની સાથે જોડવામાં આવ્યાં છે. જે ઓર્ડરની પૂર્તિની સારી રીતે નજર રાખે છે અને ટ્રેકિંગ સુનિશ્ચિત કરશે. કંપનીની આવનારા 6થી 12 મહિનામાં અન્ય પ્રમુખ બજારો જેવા કે, ચંડીગઢ, બેંગલુરૂ, હૈદરાબાદ, ચેન્નઈ અને કોલકાતામાં પ્રવેશ કરવાની યોજના છે.

ફ્યુલ ડિલીવરી બજાર ઝડપથી તેલ માર્કેટિંગ કંપનીઓ જેવી કે હિન્દુસ્તાન પેટ્રોલિયમ, ઈન્ડિયન ઓઈલની સાથે ઝડપથી વિકસીત થઈ રહી છે. અને આ ક્ષેત્રમાં કેટલાક વર્તમાન સ્ટાર્ટ અપની સાથે ટાઈ અપ પણ કરી રહ્યું છે. કોવિડ-19ની સ્થિતિમાં તે ઉપભોક્તાઓ માટે ફાયદાકારક સાબિત થશે. કારણ કે, તે ફયુલ સ્ટેશનો ઉપર લાંબી લાઈનોથી બચીને કોન્ટેક્ટ-લેસ ડિલીવરીાન માધ્યમથી સામાજિક અંતર જેવા નિયમોને બનાવી રાખશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.