હવે સમય આવી ગયો છે…”, સદ્ગુરુ જગ્ગી વાસુદેવે તિરુપતિ લાડુ વિવાદ પર આ કહ્યું
પ્રખ્યાત તિરુપતિ વેંકટેશ્વર મંદિરના લાડુ પ્રસાદમ વિવાદને લઈને હોબાળો ચાલી રહ્યો છે. આ વિવાદ વચ્ચે આધ્યાત્મિક ગુરુ અને ઈશા ફાઉન્ડેશનના સંસ્થાપક સદગુરુ જગ્ગી વાસુદેવની પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે કહ્યું કે મંદિરના ‘પ્રસાદમ’માં ગૌમાંસની ચરબી મળવી અત્યંત ઘૃણાજનક છે. તેમણે કહ્યું કે મંદિરો ભક્તો દ્વારા ચલાવવા જોઈએ, સરકાર અને વહીવટીતંત્ર દ્વારા નહીં. તેમણે કહ્યું કે જ્યાં ભક્તિ નથી ત્યાં પવિત્રતા નથી.
સદગુરુએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું હવે સમય આવી ગયો છે કે હિંદુ મંદિરો સરકારી વહીવટીતંત્ર દ્વારા નહીં પરંતુ શ્રદ્ધાળુ હિંદુઓ દ્વારા ચલાવવામાં આવે.