હવે લંડનમાં અંબાણી પરિવાર મનાવશે અનંત-રાધીકાના લગ્નનો જશ્ન, ફાઈવ સ્ટાર હોટેલ કરાવી બુક

ગુજરાત
ગુજરાત

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ આ મહિનામાં લગ્નનાં સંબંધમાં બંધાઈ ગયા છે. 12 જુલાઈ 2024નાં રોજ મુંબઈનાં જીઓ વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં આયોજિત ભવ્ય સમારોહમાં બંનેએ લગ્ન કર્યા હતા. જે બાદ બે દિવસ માટે રીસેપ્શન પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. લગ્નથી લઈને રીસેપ્શનમાં દેશ-વિદેશનાં મોટી મોટી હસ્તીઓ સામેલ થઇ હતી. ગુરુવારે મીડિયા રીપોર્ટસે દાવો કર્યો છે કે હવે આ કપલનાં લગ્નનો જશ્ન લંડનમાં મનાવશે. આ માટે મુકેશ અંબાણીએ લંડનની ફાઈવ સ્ટાર હોટેલ બે મહિના માટે બુક કરી છે. ‘ધ સન’ની રીપોર્ટ અનુસાર અંબાણીઓને સપ્ટેમ્બર માટે આ હોટેલ બુક કરી દીધી છે. અમે જે હોટેલ બુકિંગની વાત કરી રહ્યા છીએ એ એક નિવેદન દ્વારા કહેવામાં આવી છે. આવો જાણીએ શું છે આ નિવેદનમાં….

રીપોર્ટસમાં અનંત અને રાધિકાનાં લગ્ન બાદ આ આયોજનમાં બ્રિટેનની ઘણી હસ્તીઓ સામેલ થવાની ચર્ચા છે. મીડિયા રીપોર્ટસ અનુસાર મુકેશ અંબાનીએ લંડનની 7 સ્ટાર સ્ટોક પાર્ક હોટેલ બુક કરી છે. આ હોટેલને વર્ષ 2021માં મુકેશ અંબાણીએ લીજ પર લીધી હતી. રીપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે અંબાણીઓએ સપ્ટેમ્બર સુધી માટે આ હોટેલ બુક કરી લીધી છે. પણ સ્ટોક પાર્ક હોટેલ તરફથી એક નિવેદન જાહેર કરવામાં આવ્યું છે. જે અનુસાર હોટેલમાં કોઈ વેન્ડિંગ સેલિબ્રેશનની કોઈ યોજના નથી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.