હવે રામ મંદિરમાં નહીં લઇ જઈ શકાય મોબાઈલ, જાણો કેમ લાગુ કરવામાં આવ્યો આ કડક નિયમ

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

હવે રામલલાના દર્શન કરવાનું અને તેમની મનમોહક તસવીરને તમારા મોબાઈલ કેમેરામાં કેદ કરવાનું સપનું અધૂરું રહેવાનું છે. રામ મંદિર પરિસરમાં ભક્તોને મોબાઈલ ફોન લઈ જવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. રામ મંદિર તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા લેવામાં આવેલા નિર્ણય અનુસાર સામાન્ય ભક્તો જ નહીં પરંતુ… VIP ભક્તો પણ રામ મંદિરમાં મોબાઈલ ફોન લઈ જઈ શકશે નહીં. પ્રાપ્ત માહિતી અનુસાર, આ નિયમ 25 મેથી લાગુ કરવામાં આવ્યો છે. પરંતુ કેમ અચાનક રામ મંદિરમાં મોબાઈલ ફોન લઈ જવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો? ભક્તો પર આવા કડક નિયમો કેમ લાદવામાં આવ્યા છે? તે અંગેની સમગ્ર માહિતી જાણો.

24 મેના રોજ મળેલી રામ મંદિર ટ્રસ્ટની મહત્વપૂર્ણ બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે રામ મંદિર પરિસરમાં મોબાઈલ ફોન સાથે ભક્તોના પ્રવેશ પર સંપૂર્ણ પ્રતિબંધ હોવો જોઈએ. જનરલ, VIP અને VVIP જેવી કોઈપણ શ્રેણીના ભક્તો હવે મોબાઈલ ફોન લઈને મંદિર પરિસરમાં પ્રવેશી શકશે નહીં. આ બેઠકમાં આઈજી અને કમિશનર પણ હાજર રહ્યા હતા અને સર્વાનુમતે આ નિર્ણય લેવાયો હોવાનું કહેવાય છે. પરંતુ અચાનક મોબાઈલ ફોન પર પ્રતિબંધ કેમ મુકાયો? આ સંદર્ભમાં મંદિરના ટ્રસ્ટી અનિલ મિશ્રાને ટાંકીને મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે ભક્તોની સુરક્ષા અને સુવિધાઓને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણયને માન આપવા ટ્રસ્ટે તમામ શ્રદ્ધાળુઓને અનુરોધ કર્યો છે. રામલલાના દર્શન કરવા મંદિરમાં આવતા સમયે રામ મંદિર પરિસરમાં જ હાજર ક્લોક રૂમની સુવિધાનો લાભ લેવા અપીલ કરવામાં આવી છે. અનિલ મિશ્રાએ મીડિયાને માહિતી આપતા કહ્યું કે મંદિર પરિસરમાં મોબાઈલ રાખવાની સંપૂર્ણ સુવિધા છે. તેમણે કહ્યું કે અમારી પાસે કોઈપણ કિંમતી વસ્તુને સુરક્ષિત રાખવા માટે સંપૂર્ણ વ્યવસ્થા છે. તેથી ભક્તોએ આ સુવિધાઓનો લાભ લઈ વ્યવસ્થા જાળવવામાં સહકાર આપવો જોઈએ. આ બેઠકમાં મંદિર નિર્માણ સમિતિએ મંદિરના નિર્માણ અને પરકોટાના બાંધકામની કામગીરી પૂર્ણ કરવાની સમયમર્યાદા પણ નક્કી કરી હતી.

અનિલ મિશ્રાએ કહ્યું કે, નિર્માણ કાર્યની સમીક્ષા કર્યા બાદ નિર્ણય લેવામાં આવ્યો કે મંદિરનું નિર્માણ ડિસેમ્બર 2024 સુધીમાં પૂર્ણ કરવામાં આવશે. આ ઉપરાંત મંદિરની ફરતે દિવાલ બનાવવાનું કામ પણ ટૂંક સમયમાં પૂર્ણ કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે રામ મંદિરની દિવાલો પર રામભક્ત હનુમાન અને મહાદેવ સહિત કુલ 6 અન્ય મંદિરો બનાવવાનો પ્રસ્તાવ છે. મંદિરની ફરતે 14 ફૂટ ઉંચી દિવાલ બનાવવામાં આવશે. એક વખત તમામ મંદિરોનું નિર્માણ પૂર્ણ થઈ ગયા બાદ 25000 શ્રદ્ધાળુઓ આ તમામ મંદિરોમાં એક સાથે દર્શન કરી શકશે.

 


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.