હવે હૈદ્રાબાદનો ‘નીરવ મોદી’ : રૂા.7926 કરોડનું બેન્ક કૌભાંડ

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

હૈદરાબાદમાં રૂા.7926 કરોડનું મોટુ બેન્ક કૌભાંડ બહાર આવતા ખળભળાટ મચ્યો છે.આ મામલે સીબીઆઈએ હૈદરાબાદની ટ્રાન્સસ્ટ્રોપ લીમીટેડ અને તેના ડિરેકટર્સ વિરૂધ્ધ કેસ કર્યો છે. કંપની સામે રૂા.7,926 કરોડ રૂપિયાની બેન્ક સાથે ઠગાઈનો આરોપ છે. આ કૌભાંડને દેશનું મોટુ કૌભાંડ માનવામા આવી રહ્યું છે. આ ફ્રોડ કેસે નીરવ મોદી કેસને પણ પાછળ રાખી દીધો છે.

આ મામલે સીબીઆઈના પ્રવકતાએ જણાવ્યું હતું કે એજન્સી કંપની અને તેના ડીરેકટરનાં ઠેકાણાઓમાં દરોડા પાડીને સર્ચ કરી રહી છે. સીબીઆઈ દ્વારા દાખલ એફઆઈઆરમાં કંપની, તેના ચેરમેન, કો. મેનેજીંગ ડિરેકટર ચેરૂકરી, શ્રીધર, અને એડીશ્નલ ડિરેકટર રયાપતે સંબાશીવરાવ અને અકિકનની સતિષ વગેરેના નામો નોંધાયા છે. આ તમામ પર આરોપ છે કે તેમણે વિવિધ બેન્ક પાસેથી લોન લીધી હતી. કંપનીનાં ડિરેકટરોએ એકાઉન્ટસ બુકસ, સ્ટોકની વિગતો અને બેલેન્સ શીટમાં કબાડા કરીને કૌભાંડ કર્યું છે.

Tags


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.