મુઝફ્ફરપુરની રેલીમાં નીતિશ કુમારને થયો ફરી કડવો અનુભવ, ભીડમાંથી લાગ્યા મુર્દાબાદના નારા

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

મુઝફ્ફરપુરમાં જનસભાને સંબોધન નીતિશ કુમાર પહોચ્યાં હતા. ત્યારે અફરા તફરી મચી ગઈ હતી. જ્યારે કેટલાક યુવાનોએ નારા લગાવવાના શરૂ કર્યાં હતાં. જનસભાની વચ્ચે બેસેલા આ યુવાને નીતિશ કુમારની સામે મુર્દાબાદના નારા લગાવ્યા હતાં. આ દરમયાન સુરક્ષાકર્મી સજ્જ થઈ ગયા હતા અને છોકરાને રેલીથી બહાર કાઢવા લાગ્યાં હતા.તેના ઉપર ભડકેલા સીએમ નીતિશે મંચ ઉપરથી કહ્યું કે, જેનો જિંદાબાદનો નારો લગાવી રહ્યો છો તેને સાંભળવા જાઓ.

મુઝફ્ફરપુરના કાટી વિધાનસભાના સીએમ નીતિશ કુમાર જેડીયુ ઉમેદવાર મોહમ્મદ જમાલના સમર્થનમાં જનસભા કરવા માટે આવ્યાં હતાં. જણાવવામાં આવી રહ્યું છે કે, સીએમ નીતિશ કુમાર મંચ ઉપર પહોચે તો દર્શકોમાં બેસેલા કેટલાક યુવાનોએ નારા લગાવવાના શરૂ કર્યાં હતાં. નીતિશ કુમાર પાછા જાઓ અને નીતિશ કુમાર મુર્દાબાદના નારા લગાવતા યુવકો સભામાં ઉભા થઈ ગયાં.

આ યુવકોએ કહ્યું કે અમને રોજગાર જોઈએ છે. ખોટા વચનો નહીં. આ દરમયાન ભડકેલા નીતિશ કુમારે કહ્યું કે, અહીંયા કેમ આવ્યાં છે. જેના જિંદાબાદના નારા લગાવી રહ્યાં છો, તેને સાંભળવા જાઓ. સીએમ નીતિશે કહ્યું કે, કેટલાક લોકોને કોઈ જ્ઞાન નથી અને ન તો કોઈ અનુભવ. અમે સમાજને એક કરવામાં લાગ્યાં છીએ અને કેટલાક લોકો સમાજને વિવિધ ભાગોમાં વહેચવામાં લાગ્યાં છે.

સીએમ નીતિશ કુમારે વિરોધ કરી રહેલા યુવકોની કહ્યું કે તમારા માં-બાપને જઈને પુછો આજથી 15 વર્ષ પહેલા ઘરેથી નીકળવું કેટલું મુશ્કેલ હતું. સમગ્ર બિહારમાં જે સ્વાસ્થ્ય કેન્દ્ર છે. તેમાં એક મહિનામાં 39 દર્દીઓ આવતા હતા. અમારી સરકારે આ સ્વાસ્થ્ય કેન્દ્રોમાં વ્યવસ્થાઓને દુરસ્ત કરી.

તે સીવાય નીતિશે કહ્યું કે હવે આ સ્વાસ્થ્ય કેન્દ્રોમાં એક માસમાં 10 હજારથી વધારે દર્દી સારવાર માટે આવી રહ્યાં છે. જણાવી દઈએ કે વિતેલા દિવસોમાં બેગુસરાયમાં સીએમ નીતિશની સભામાં તેજસ્વી યાદવ જિંદાબાદ અને નીતિશ કુમાર મુર્દાબાદના નારા લાગ્યાં હતાં. વિરોધ દરમયાન બે ત્રણ યુવકોએ ભીડમાંથી મંચ તરફ ચપ્પલ દેખાડ્યાં હતાં.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.