નવા ફ્રિજનું કોમ્પ્રેસર ફાટવાથી ઘરમાં આગ લાગી, ઘરવખરી બળી જવાથી લાખોનું નુકસાન
મધ્ય પ્રદેશના મુરૈનામાં ફ્રિજનું કોમ્પ્રેસર ફાટવાથી ઘરમાં આગ લાગી ગઈ. જેના કારણે મકાનનો પાછળનો ભાગ પડી ગયો. બ્લાસ્ટનો અવાજ સાંભળતા જ ઘરના લોકોમાં ખળભળાટ મચી ગયો. રાહતની વાત એ રહી કે ઘટના સમયે રૂમમાં કોઈ હાજર નહોતુ. મકાન માલિકનું કહેવુ છે કે ઘટના બાદ આગ લાગવાથી લાખોનું નુકસાન થયુ છે. આ ઘટના મધ્ય પ્રદેશના મુરૈના જિલ્લાના દિમનીની છે.
જાણકારી અનુસાર મુરૈનાના નગર સેન રોડ મંદિર વિસ્તારમાં રહેતા ટિંકૂ માહૌર સોમવારે પોતાના ઘરમાં નવુ ફ્રિજ લઈને આવ્યા હતા. ઘરમાં નવુ ફ્રિજ આવવાથી તમામ લોકો ખુશ હતા. મંગળવારે સાંજે ફ્રિજને ચાલુ કર્યા બાદ ઘરના તમામ સભ્ય બહાર રૂમમાં બેસ્યા હતા, અચાનક બ્લાસ્ટના અવાજની સાથે ફ્રિજનું કોમ્પ્રેસર ફાટી ગયુ. કોમ્પ્રેસર ફાટવાના કારણે મકાનનો પાછળનો ભાગ ધરાશાયી થઈ ગયો. રૂમમાં રાખેલા ઈલેક્ટ્રોનિક સામાનને નુકસાન થઈ ગયુ, કપડાની સાથે જ ઘરનો સામાન બળી ગયો.
ફ્રિજનું કોમ્પ્રેસર ફાટ્યા બાદ અફરાતફરી મચી ગઈ. પાડોશી લોકોની મદદથી આગ પર કાબૂ મેળવાયો પરંતુ ત્યાં સુધી ઘરવખરી સળગી ગઈ હતી. આ મામલે મકાન માલિક ટિંકૂ માહૌરનું કહેવુ છે કે ફ્રિજમાં બ્લાસ્ટ થયા બાદ લાખો રૂપિયાનું નુકસાન થઈ ગયુ.