સાન ઠેકાણે આવી નેપાળનાં PM ઓલીની, કહ્યું વાતચીતથી સરહદ સમસ્યાનો ઉકેલ લાવી શું

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

નેપાળનાં વડા પ્રધાન કેપી શર્મા ઓલીની સાન ઠેકાણે આવી રહી છે, સોમવારે તેમણે કહ્યું કે ભારત સાથે ચાલી રહેલા સરહદી વિવાદને કુટનૈતિક ચર્ચા દ્વારા હલ કરવામાં આવશે, નેપાળ અને ભારતે છેલ્લા મહિને દિલ્હીમાં મંત્રીસ્તરની ચર્ચા કરી હતી, પરંતું તેમાં કોઇ નિવેડો આવી શક્યો ન હતો. ઓલીએ આ ટિપ્પણી નેપાળી સેના દ્વારા આયોજીત એક સેમિનારમાં કરી. નેપાળનાં સંરક્ષણ પ્રધાનની પણ જવાબદારી નિભાવતા ઓલીએ તર્ક આપ્યો કે પહોશી દેશો સાથે સંબંધો સૌહાર્દપુર્ણ બનાવી શકે છે, તેમણે કહ્યું કે નેપાળ-ભારતનાં સંબંધોને સૌહાર્દપુર્ણ રીતે મજબુત બનાવવા માટે આપણે નકશો પ્રિંટ કરવો પડશે, અને ભારત સાથે વાતચીક કરવી પડશે.

અમારા સંબંધો માત્ર વાતચીત દ્રારા જ સૌહાદપુર્ણ થઇ શકે છે, નેપાળ અને ભારતનાં સુસ્તા અને કાલાપાની વિસ્તારોમાં સરહદ અંગે વિવાદ લાંબા સમયથી ચાલી રહ્યો છે. વર્ષ 2014માં ભારતનાં પીએમ નરેન્દ્ર મોદીની નેપાળ યાત્રા દરમિયાન બંને પક્ષોએ વિદેશ સચીવ સ્તર પર વિવાદને હલ કરવા માટે એક પ્રતિનિધિ મંડળ મોકલ્યું હતું, પરંતું તે મળી શક્યું ન હતું, ત્યાર બાદ નવેમ્બર 2019માં નવી દિલ્હીએ કાલાપાનીને પોતાનાં વિસ્તારમાં હોવાનો નકશો બનાવ્યો, નેપાળે ભારતનાં આ પગલા પર આપત્તિ વ્યક્ત કરી અને બાદમાં નેપાળે વિવાદિત વિસ્તારને પોતાનામાં દર્શાવતો નકશો રજુ કર્યો, જેને ભારતે પણ અસ્વિકાર કરી દીધો હતો.

સોમવારે તેમણે કહ્યું કે તથ્યો અને પુરાવાનાં આધારે લિંપિયાધુરા, લિપુલેખ, અને કાલાપાનીનાં મુદ્દે ભારત સાથે ખુલ્લી અને મૈત્રીપુર્ણ ચર્ચા થશે, તેમણે કહ્યું આપણે આપણા વિસ્તારોને જાળવી રાખીશું, સરહદ અંગે કેટલીક જુની અને વણઉકેલી સમસ્યાઓ રહી છે, આ ત્રણેય વિસ્તારોનાં મુદ્દો છેલ્લા 58 વર્ષથી લટકેલો છે, તે સમયનાં શાસકોએ તે અંગે બોલવાની હિંમત કરી ન હતી, અને આપણે ચુપચાપ વિસ્થાપિત થવા માટે મજબુર થવું પડ્યું હતું, તે પણ સત્ય તે છે કે આપણા પગલાથી ભારતમાં પણ ગરસમજ વધી છે, પરંતું આપણે કોઇ પણ કિંમત પર આપણા વિસ્તાર પર આપણો દાવો કરવો પડશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.