નેપાળનાં વડાપ્રધાન પુષ્પ કમલ દહલની પત્નીનું નિધન
નેપાળના વડાપ્રધાન પુષ્પ કમલ દહલ ‘પ્રચંડ’ની પત્નીનું બુધવારે (12 જુલાઈ) નિધન થયું છે. મળતી માહિતી મુજબ લાંબા સમયથી બિમારીથી પીડિત નેપાળ પીએમના પત્ની સીતા દહલનું હાર્ટ એટેકથી નિધન થયું છે. ન્યૂઝ એજન્સી ANI અનુસાર, PM પ્રચંડની પત્ની નોર્વિક ઈન્ટરનેશનલ હોસ્પિટલમાં સારવાર લઈ રહી હતી.
હોસ્પિટલ દ્વારા જારી કરવામાં આવેલા નિવેદન અનુસાર, સીતા દહલને ડાયાબિટીસ અને હાઈપરટેન્શન સહિત અનેક બીમારીઓ હતી, જેની સારવાર કરવામાં આવી રહી હતી. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે 12 જુલાઈએ સવારે 8 વાગ્યે સીતા દહલે અંતિમ શ્વાસ લીધા હતા.