આર્થિક સર્વેમાં નેગેટીવ વિકાસ દરનો સ્વીકાર કરતી સરકાર

Business
Business

દેશની આર્થિક સ્થિતિનું ચિંતાજનક ચિત્ર, પરંતુ આશાવાદ પણ રજૂ થયો, ડીસઇન્વેસ્ટમેન્ટ સરકારનું મુખ્ય સશસ્ત્ર રહેશે, સંકેત

કોરોના કાળ પછીના સૌથી મહત્વપૂર્ણ મનાતા આ સંસદના બજેટ સત્રમાં આજે નાણામંત્રી નિર્મલા સિતારમણે દેશમાં આર્થિક સંકટનો સંકેત આપતા સાથો સાથ આગામી સમયમાં ભારતીય અર્થતંત્ર સૌથી ઝડપથી વિકાસના માર્ગે જશે તેવો આશાવાદ રજૂ કર્યો છે. આજે સંસદમાં આર્થિક સર્વે રજૂ કરતા સરકારે સ્વીકાર્યુ કે દેશનો વિકાસ દર માઇનસ સાત ટકાની આસપાસ રહેશે. પરંતુ બહુ ઝડપથી ભારતીય અર્થ તંત્ર રીકવરીના માર્ગે છે અને 2021-22માં વિકાસ દર ફરી પોઝીટીવ ઝોનમાં જશે. આર્થિક સર્વેમાં સરકારની ટેકસ આવકમાં ઘટાડા અને કોરોના સંક્રમણ સહિતના કારણે ખર્ચમાં જે વધારા થયા છે તેનો ચિતાર નાણામંત્રીએ આપ્યો હતો અને જણાવ્યું હતું કે કપરી પરિસ્થિતિ વચ્ચે પણ દેશમાં કોરોનાના એકપણ મરીઝને સહન ન કરવુ પડે તે સરકારે નિશ્ર્ચિત કર્યુ છે. ટાર્ગેટ લોકોને વેકસીનેશનની પ્રક્રિયા પણ શરૂ કરી દીધી છે અને આશા છે કે આગામી સમયમાં દેશ પુન: રીતે કોરોના મુકત થઇ જશે.

નાણામંત્રીએ સંકેત આપી દીધો છે કે 2021-22નુ વર્ષ સરકાર માટે મોટા પાયે ડીશઇન્વેસ્ટમેન્ટનું રહેશે. અર્થતંત્રને વેગ આપવા માટે સરકાર મોટા પાયે નાણા ઠાલવી રહી છે અને તે માટે જરૂરી રકમ સરકારી કંપનીઓના ખાનગીકરણ અને જાહેર સહાસોની શેર મૂડી વેંચીને મોટી રકમ ઉપલબ્ધ બનાવાશે. નાણામંત્રીના આર્થિક સર્વેમાં એક પણ સુનિશ્ર્ચિત કરાયું છે કે આગામી સમયમાં સરકાર કરવેરાની આવક વધારવા હાલ જે અંદાજે રૂા.11 લાખ કરોડની રકમ વિવિધ અદાલતો અને ટ્રીબ્યુનલોમાં ફસાઇને પડી છે તે બહાર લાવવા માટે સરકાર ખાસ કદમ ઉઠાવશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.