નરેન્દ્ર મોદીએ તમિલનાડુમાં સેનાને સોંપી 118 અર્જુન ટેન્ક, 8400 કરોડના ખર્ચે DRDOએ તૈયાર કરી

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે તમિલનાડુ અને કેરળના પ્રવાસ પર છે. ચેન્નાઇમાં તેમણે 118 હાઇટેક અર્જુન ટેન્ક (MK-1A) સેનાને સોંપી છે. આ પ્રસંગે વડાપ્રધાને સલામી પણ આપી હતી. આ દરમિયાન આર્મી ચીફ એમ.એમ. નરવણે પણ હાજર રહ્યા હતા. આ ટેન્કને DRDOએ 8400 કરોડના ખર્ચે તૈયાર કરી છે.

વડાપ્રધાન મોદીએ પુલવામાં હુમલામાં શહીદ જવાનોને શ્રદ્ધાંજલી આપી હતી. મોદીએ સંબોધન કરતાં જણાવ્યુ હતું કે આજનો દિવસ કોઈ ભારતીય ભૂલી શકે નહીં. આજથી બે વર્ષ પહેલાં આજના જ દિવસે પુલવામામાં હુમલો થયો હતો. અમે તે બધા શહીદોને શ્રદ્ધાંજલિ આપીએ છીએ જેમણે તે હુમલામાં પોતાનો જીવ ગુમાવ્યો હતો. અમને આપણા સુરક્ષા દળો પર ગર્વ છે. તેમની હિંમત આવનારી પેઢીઓને પ્રેરણા આપશે. આજે મેં દેશમાં બનાવેલ અને ડિઝાઇન કરેલી અર્જુન મેન બેટલ ટેન્કને સોંપી છે.

વડાપ્રધાને ચેન્નઇમાં કહ્યું, “વણક્ક્મ ચેન્નઈ, વણક્ક્મ તમિલનાડુ. આ શહેર ઉર્જા અને સકારાત્મકતાથી ભરેલું છે. અહીં હાર્દિક સ્વાગત માટે આભાર. તમારા પ્રેમ અને સ્નેહથી અભિભૂત થયો. અમે ચેન્નાઇમાં 3 ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ શરૂ કર્યા છે. આ પ્રોજેક્ટ દેશના વિકાસનું પ્રતીક છે. તે તમિલનાડુનો વિકાસ દર્શાવે છે.

ચેન્નઈમાં આ પ્રોજેક્ટ્સનો શુભારંભ કરશે
1) ચેન્નાઈ મેટ્રો રેલ ફેઝ -1 એક્સ્ટેંશનનું ઉદ્દઘાટન કરશે.
2) રેલ્વે ઇલેક્ટ્રિફિકેશનનું ઉદ્દઘાટન.
3) સેનાને અર્જુન મેન બેટલ ટેન્ક (MK-1A) સોંપવામાં આવશે.
4) ગ્રાન્ડ અનિકટ કેનાલ સિસ્ટમના નવીનીકરણ, વિસ્તરણ અને મોર્ડેનાઇઝેશનનું શિલાન્યાસ કરવામાં આવશે.

કોચિમાં આ યોજનાઓની શરૂઆત થશે
1) કોચિમાં BPCLની 6000 કરોડ રૂપિયાનો પ્રોપલિન ડેરિવેટિવ્ઝ પેટ્રોકેમિકલ્સ પ્રોજેક્ટ.

2) 25 કરોડના ખર્ચે કોચીન બંદર પર આંતરરાષ્ટ્રીય ક્રુઝ ટર્મિનલ સાગરિકા.

3) કોચીન બંદરના નવીનીકરણ અને વિસ્તરણ કાર્ય માટે શિલાન્યાસ કરશે


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.