ઓસ્ટ્રેલીયાનાં દરિયાકાંઠે મળી આવેલી રહસ્યમય વસ્તુ 20 વર્ષ જુના ભારતીય રોકેટનો ટુકડો હોઈ શકે છે

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

આખો દેશ ચંદ્રયાન 3 ચંદ્ર પર ઉતરવાની રાહ જોઈ રહ્યો છે, પરંતુ તે દરમિયાન, ઓસ્ટ્રેલિયાના દૂરના દરિયાકાંઠે એક રહસ્યમય ચીજ મળી આવી છે. જેને લઈને વિવિધ અટકળો લગાવવામાં આવી રહી છે. એવું માનવામાં આવે છે કે તે 20 વર્ષ જૂના ભારતીય રોકેટનો ટુકડો હોઈ શકે છે જેનો ઉપયોગ સેટેલાઇટ પ્રક્ષેપણ માટે કરવામાં આવ્યો હતો. આ વસ્તુ લગભગ 250 કિલોમીટર ઉત્તરમાં ગ્રીન હેડ બીચ પર મળી આવી છે. ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) ના સૂત્રોએ ઓસ્ટ્રેલિયન સ્પેસ એજન્સી તરફથી ઔપચારિક સંદેશાવ્યવહારની પ્રાપ્તિની પુષ્ટિ કરી હતી પરંતુ આ સંદર્ભમાં કોઈ વિગતો આપી નથી.

ઓસ્ટ્રેલિયન સ્પેસ એજન્સી (ASA) સહિતની રાષ્ટ્રીય એજન્સીઓ ઓબ્જેક્ટનું વિશ્લેષણ કરી રહી છે ત્યારે વિચિત્ર દેખાતી વસ્તુને અવકાશના કાટમાળનો ટુકડો જાહેર કરવામાં આવ્યો છે. વેસ્ટર્ન ઑસ્ટ્રેલિયા પોલીસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે આ સમયે એવું માનવામાં આવે છે કે ઑબ્જેક્ટ અવકાશનો કાટમાળ છે. એક અવકાશ નિષ્ણાતનું કહેવું છે કે આ પદાર્થ 20 વર્ષ જૂના ભારતીય રોકેટનો ટુકડો હોઈ શકે છે.

‘ઓસ્ટ્રેલિયન બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશન’ના સમાચાર અનુસાર, યુરોપિયન સ્પેસ એજન્સીના એન્જિનિયર એન્ડ્રીયા બોયડે કહ્યું કે નિષ્ણાતોનું માનવું છે કે આ પદાર્થ સેટેલાઇટ લોન્ચ કરી રહેલા ભારતીય રોકેટમાંથી પડ્યો છે. એન્ડ્રીયા બોયડે કહ્યું, “તેના કદના આધારે, અમને પૂરો વિશ્વાસ છે કે તે ભારતીય રોકેટના ઉપરના તબક્કામાં એક એન્જિન છે જેનો ઉપયોગ ઘણા જુદા જુદા મિશન માટે થાય છે.” તેણે કહ્યું કે એવું લાગે છે કે તે આ વર્ષનું નથી.

સમાચાર મુજબ તેની ઉંમર 20 વર્ષ હોઈ શકે છે. તેણે કહ્યું, “પરંતુ જ્યારે તેને સમુદ્ર તરફ ફેંકવામાં આવે છે, ત્યારે તે સામાન્ય કરતાં વધુ જૂનું લાગે છે.”

 


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.