મુસ્લિમ યુવકે કર્યું ભગવા ધ્વજનું અપમાન, હિંદુઓએ નગ્ન કરીને ચખાડ્યો જોરદાર મેથીપાક

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

તેલંગાણાના સાંગારેડીમાં મુસ્લિમ યુવક દ્વારા ભગવા ધ્વજનું અપમાન કરવાનો મામલો સામે આવ્યો છે, જેના કારણે ગુસ્સે થયેલા લોકોએ પહેલા યુવકને ખરાબ રીતે માર્યો અને પછી તેને નગ્ન કરીને તેના પ્રાઈવેટ પાર્ટને આગ લગાડવાનો પ્રયાસ કર્યો. આ મામલામાં પીડિત યુવકે આરોપી ગ્રામજનો વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. ગ્રામજનોએ યુવક વિરુદ્ધ ધાર્મિક લાગણી ભડકાવવાના આરોપમાં કેસ પણ દાખલ કર્યો છે.

શું છે સમગ્ર મામલો

તેલંગાણાના સંગારેડ્ડીના એક મુસ્લિમ યુવકે ભગવા ધ્વજનું અપમાન કરતો વીડિયો બનાવ્યો હતો. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે યુવક તેના પેન્ટમાં ઓમ લખેલ ભગવો ધ્વજ લગાવીને અભદ્ર કૃત્ય કરી રહ્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આનાથી ગુસ્સે થઈને મેડક જિલ્લાના એક ગામના લોકોએ યુવકને પકડીને ખૂબ માર માર્યો હતો. આ પછી રોષે ભરાયેલા ટોળાએ યુવકને નગ્ન કરીને માર માર્યો હતો અને એટલું જ નહીં તેના પ્રાઈવેટ પાર્ટને આગ લગાડવાનો પ્રયાસ કર્યો હતો.

પોલીસ શરુ કરી હતી તપાસ 

ગ્રામજનોએ યુવક વિરુદ્ધ ધાર્મિક લાગણી ભડકાવવાનો કેસ નોંધ્યો છે. પોલીસે IPCની કલમ 153(A), 295-A, 505(2) હેઠળ કેસ નોંધ્યો છે. મુસ્લિમ યુવકે તેની સાથે મારપીટ કરવા બદલ ગ્રામજનો સામે પણ કેસ દાખલ કર્યો છે. પોલીસે આ મામલે આઈપીસીની કલમ 341, 323, 505 (2) અને 506 હેઠળ કેસ નોંધ્યો છે. પોલીસ ઘટનાની તપાસ કરી રહી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.