મસ્કે ટ્વિટરના કર્મચારીઓને ઇમેલ મોકલ્યો નોકરી ચાલુ રાખવી હોય તો કઠોર પરિશ્રમ કરવો પડશે

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

ઇલોન મસ્કે ટ્વિટરના કર્મચારીઓને કઠોર પરિશ્રમ કરવા જણાવ્યું છે. તેમણે કર્મચારીઓને ઇમેલ કરી જણાવ્યું છે કે વધુ કલાક કામ કરવા અને કઠોર પરિશ્રમ કરવા તૈયાર રહેજો. જો તમે આ બંને વસ્તુઓ માટે તૈયાર ન હોય તમે કંપની છોડીને જઇ શકો છો. આ અંગે નિર્ણય લેવા મસ્કે કર્મચારીઓને ગુરૂવાર સાંજ સુધીનો સમય આપ્યો છે. ટ્વિટર ઉપરાંત ટેસ્લા અને સ્પેસએક્સના માલિક મસ્કે જણાવ્યું હતું કે ટ્વિટર હવે એન્જિનિયરિંગ વડે ચાલતી કંપની બની રહેશે અને તેમાં એેવા જ કર્મચારીઓ રહેશે જે ગ્રેટ કોડ લખી શકશે.મસ્કે ઓક્ટોબરના અંત ભાગમાં ૪૪ અબજ ડોલરમાં ટ્વિટરની ખરીદી પૂર્ણ કરી હતી. મસ્કે ટ્વિટરની પ્રિમિયમ સેવા શરૂ કરવાના પણ સંકેત આપ્યા છે. જેમાં બ્લ્યુ ચેક વેરિફિકેશન માટે પ્રતિ માસ આઠ ડોલર વસૂલ કરવાની યોજના છે. મસ્કે કર્મચારીઓને મોકલેલા ઇમેઇલમાં લખ્યું છે કે જો તેઓ નવા ટ્વિટરનો હિસ્સો બનવા માગતા હોય તો તેમણે ઇમેઇલ સાથે આપેલી લિંક પર યસ ક્લિક કરવું પડશે. આ લિન્ક પર યસ ક્લિક કરવા માટે કર્મચારીઓને આવતીકાલ સાંજ સુધીનો સમય આપવામાં આવ્યો છે. જે કર્મચારીઓ આ લિંક પર યસ ક્લિક નહીં કરે તેમને ત્રણ મહિનાનો સમય આપી બરતરફ કરવામાં આવશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.