![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2024/07/mum.png)
મુંબઈની પહેલી અંડરગ્રાઉન્ડ મેટ્રો 24 જુલાઈથી થશે શરૂ, જાણો રૂટ અને ભાડા સહિતની દરેક વિગતો
મુંબઈ શહેરમાં 24મી જુલાઈથી પહેલી અંડરગ્રાઉન્ડ મેટ્રો શરૂ થશે. ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ વિનોદ તાવડેએ જણાવ્યું હતું કે મેટ્રો 3 – એક્વા લાઇન મુંબઈની પ્રથમ ભૂગર્ભ મેટ્રો હશે. તેમણે કહ્યું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મુંબઈવાસીઓનું જીવન સરળ બનાવવાની ખાતરી આપી હતી અને તે પૂર્ણ થવા જઈ રહી છે. આ મેટ્રો શહેરની ગતિ વધારવામાં મદદ કરશે.
Tags india mumbai metro Rakhewal