મુંબઇ ફરી પાણી પાણી : ૧૧ ઇંચ વરસાદ

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

મુંબઇ : મુંબઇમાં મોડીરાતથી પડી રહેલા ભારે વરસાદના પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હોવાના અહેવાલ મળી રહ્યાં છે. ત્યારે અનેક લોકો રેલવે સ્ટેશન પર પણ ફસાયા છે.
મુંબઇમાં ભારે વરસાદના કારણે અનેક સ્થળોએ પાણી ભરાયાં છે. દાદર, કુર્લા સ્ટેશન, ચેમ્બુરમાં સોસાયટીમાં પાણી ભરાયા છે. ગોરેગાવ, સાયન રેલવે સ્ટેશનમાં પણ પાણી ભરાયું છે. ભારે વરસાદને કારણે સેન્ટ્રલ રેલવેની ૪ લાઇન ઠપ જાેવા મળી છે. જાે કે હવામાન વિભાગના જણાવ્યાં મુજબ આગામી ૨૪ કલાકમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. મંગળવારે સાંજથી બુધવાર સવાર સુધીમાં ૧૧ ઇંચ વરસાદ નોંધાયો છે એટલે કે ૨૮૬.૪ મીમી વરસાદ થયો છે. ૨૪ કલાકનાં આ મુશળધાર વરસાદને કારણે છેલ્લા ૨૬ વર્ષનો રેકોર્ડ તૂટી ગયો છે. હવામાન વિભાગનાં જણાવ્યા અનુસાર, આ વરસાદ ૨૬ વર્ષ (૧૯૯૪-૨૨૦૨૦) માં ૨૪ કલાકનો સપ્ટેમ્બરનો બીજાે સૌથી મોટો વરસાદ છે. આ સિવાય, ૧૯૭૪ સુધીનો રેકોર્ડ જાેઇએ તો સપ્ટેમ્બરમાં ૨૪ કલાકનો ચોથો સૌથી મોટો વરસાદ છે. વળી મંગળવારે સવારે ૮.૩૦ થી બુધવારે સવારે ૮.૩૦ સુધી, સાંતાક્રૂઝ વેધર સેન્ટરમાં ૨૭૩.૬ મીમી, જ્યારે દક્ષિણ મુંબઈનાં કોલાબા સેન્ટરમાં ૧૨૨.૨ મીમી વરસાદ નોંધાયો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.